કોરોનાથી દેશમાં ૧૬ દિવસમાં ૧૬ મૃત્યુઃ ગુજરાતમાં ૩ મૃત્યુ

અમદાવાદ/નવી દિલ્હી તા. ર૬ઃ ગુજરાત સહિત દેશમાં વિનાશક કોરોના વાઈરસનો વ્યાપ વધી રહ્યો છે. રાજ્યમાં આજે સવાર સુધીમાં ત્રણ મૃત્યુ નોંધાયા છે, જ્યારે ૪૩ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. દેશમાં ૧૬ દિવસમાં ૧૬ મૃત્યુ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ રાજ્યમાં રોગચાળાની સ્થિતિ અંગે માહિતી આપી હતી. દેશમાં ૧૬ દિવસમાં કુલ ૧૬ મૃત્યુ નોંધાયા છે.

સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસે ભરડો લીધો છે અને દેશભરમાં તેને પગલે લોકડાઉન કરાયું છે. ત્યારે ગુજરાતમાં કોરોનાના કારણે વધુ એક મોત થયું છે અને મૃત્યુઆંક ૩ પર પહોંચ્યો છે. ભાવનગરમાં કોરોનાએ ભોગ લીધો છે. જ્યારે રાજ્યમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસોની સંખ્યા ૪૩ થઈ છે. રાજ્યના આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ આ માહિતી આપી હતી.

ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ર૧૧ ક્વોરોન્ટાઈનની ફેસિલિટી ઊભી કરવામાં આવી છે જેમાં ૧ર,૦પ૯ બેડની વ્યવસ્થા છે. ૧૯,પ૬૭ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઈન અને ૧ર૪ વ્યક્તિઓને પ્રાઈવેટ ફેસિલિટીમાં ક્વોરોન્ટાઈન ઓબ્ઝર્વેશન હેઠળ છે. તેમજ રાજ્યમાં કેટલાક મુસાફરોએ ક્વોરોન્ટાઈન માટે અનિચ્છા દર્શાવતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી ૧૪૭ વ્યક્તિ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.

રાજ્યના ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં કોરોના માટેની વિશેષ હોસ્પિટલમાં વેન્ટિલેટર સહિતની અદ્યતન સાધનો સાથેની સુવિધા ધરાવતા આઈસોલેશન વોર્ડ શરૃ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ ૧પ૮૩ આઈસોલેશન બેડ સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે જ્યારે ખાનગી હોસ્પિટલમાં ૬૩પ બેડની વ્યવસ્થા ઊભી કરાઈ છે. આ સિવાય વધુ બેડ ઊભા કરવાની વ્યવસ્થાની કામગીરી પ્રગતિમાં છે. સરકારી હોસ્પિટલમાં ૬૦૯ વેન્ટિલેટર ઉપલબ્ધ છે અને ખાનગી હોસ્પિટલમાં અંદાજે ૧પ૦૦ વેન્ટિલેટર છે.

ગુજરાત સહિત દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ રપ રાજ્યો સુધી પહોંચી ગયું છે. સંક્રમિતોનો આંકડો ૬પ૦ ને વટાવી ગયો છે. ૧૬ દિવસમાં ૧૬ પોઝિટિવ દર્દીના મોત થયા છે. ગુરુવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ૬પ વર્ષિય દર્દીએ જીવ ગુમાવ્યો છે, જ્યારે મુંબઈમાં પણ ૬પ વર્ષિય મહિલાનું મોત થયું છે. બુધવારે તમિલનાડુ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં કુલ ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતાં.

કોરોના પોઝિટિવ વધુ એક ૬પ વર્ષિય મુંબઈની મહિલાએ જીવ ગુમાવ્યો છે, જો કે તેમનું મૃત્યે કેમ થયું તે અંગેનું કારણ હજી જાણવાનું બાકી છે. આ અંગેની માહિતી મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે આપી છે. ગોવામાં બુધવારે કોવિડ-૧૯ થી સંક્રમિત વધુ ૩ દર્દીઓ મળ્યા છે. આ ત્રણે હાલ વિદેશમાંથી ભારત પરત ફર્યા છે. તેમાંથી એક રપ વર્ષનો વ્યક્તિ સ્પેનમાંથી જ્યારે ર૯ વર્ષનો શખ્સ ઓસ્ટ્રેલિયામાંથી પરત આવ્યો હતો. આ સિવાય પપ વર્ષનો ત્રીજો સક્રમિત અમેરિકાની મુસાફરી પછી દેશમાં આવ્યો હતો.

આ દરમિયાન કોરોના વાઈરસના ખતરાને જોતા રોડ અને પરિવહન મંત્રાલયએ અનિશ્ચિત સમય માટે દેશના તમામ ટોલ પ્લાઝા પર ચાર્જ ન લેવાનો નિૃણય કર્યો છે. કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે આમ કરવાથી સમયની બચત થશે. બીજી તરફ એર ઈન્ડિયાનું વિશેષ વિમાન ગુરુવારે ઈઝરાયલના ૩૦૦ નાગરિકોને લઈને તેલ અવીવ જશે.

તમિલનાડુમાં કોવિડ-૧૯ ના ૩ નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. તેમાં ૧૮ વર્ષના એક યુવક ૬૩ અને ૬૬ વર્ષના બે સિનિયર સિટીઝન્સનો સમાવેશ થાય છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે ૧૮ વર્ષના યુવકને રાજીવ ગાંધી હોસ્પિટલમાં દાખલ કોરોના પોઝિટિવના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયો છે, જ્યારે એક દર્દી થાઈલેન્ડના નાગરિકના સંપર્કમાં આવવાના કારણે પોઝિટિવ છે. આ વાઈરસથી સંક્રમિત ૬૩ વર્ષના સિનિયર સિટીઝન્સ તાજેતરમાં જ દુબઈથી પરત આવ્યા હતાં. તેનેે વલાજાહ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે.

બીજી તરફ અમેરિકાની એમ્બેસીએ ભારતમાં ફસાયેલા તેના નાગરિકોને કહ્યું- અમેરિકાના નાગરિકો ભારતના કાયદાનું પાલન કરે. અહીં ૧પ એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જરૃરી વ્યવસ્થા માટે અમે ભારત સરકારના સંપર્કમાં છે. નાગરિકોને કાઢવા માટે અમેરિકાની સરકાર અને એરલાઈન કંપનીઓ સાથે વાતચીત ચાલુ છે.

close
Nobat Subscription