ઓપન સૌરાષ્ટ્ર હાફ મેરેથોન સ્પર્ધા

જામનગર તા. ૩ઃ ટાટા કેમીકલ્સના સ્વ. આર. પ્રભાકરની સ્મૃતિમાં ૧૫ વર્ષથી ઉપરના ભાઈઓ માટે તા. ૨૯-૧૨-૧૯ના સવારે ૬ વાગ્યે સ્વાસ્થ્ય અને તંદુરસ્તીના સંદેશાર્થે ૨૧.૧ કિલોમીટર હાફ મેરેથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સાથે ૧૫ વર્ષથી ઉપરના બહેનો માટે ૭ કિલોમીટરની બીન સ્પર્ધાત્મક દોડ પણ યોજાશે

આ સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયમો તથા પ્રવેશપત્ર માટે પી.બી.જોશી, ટાઉન ઓફિસ, મીઠાપુર (૯૭૨૬૭ ૭૮૮૭૪) દિલીપભાઈ કોટેચા, ટાઉન ઓફિસ, મીઠાપુર (૯૮૨૪૨ ૩૮૧૬૩), ડી.એન.ચોક્સી મીઠાપુર હોસ્પિટલ (૯૨૨૭૮ ૮૨૧૨૪)નો સંપર્ક કરવો. સંપૂર્ણ વિગતો સાથેના પ્રવેશપત્ર તા. ૨૩-૧૨-૧૯ સુધીમાં પહોંચાડી દેવા જણાવ્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit