Advertisement

છેલ્લા અઠવાડિયામાં ૧,૪૧,૯૦પ બાળકો કોરોના સંક્રમિત

અમેરિકામાં શાળાઓ ખૂલતા જ કોરોના વિસ્ફોટઃ

ન્યુયોર્ક તા. રપઃ યુરોપ સહિત અનેક દેશોમાં ફરીવાર કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળે છે. હાલ અમેરિકામાં કોરોનાના નવા કેસ ઝડપથી વધી રહ્યા છે તે ચિંતાજનક છે. અમેરિકામાં આ વાઈરસ હવે વધુને વધુ બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. વાઈરસનું આ સ્વરૃપ વિશ્વ માટે ખતરાની ઘંટડી બની શકે છે. અમેરિકન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સના અહેવાલ મુજબ ગયા સપ્તાહે ૧૧ થી ૧૮ નવેમ્બરની વચ્ચે ૧,૪૧,૯૦પ બાળકો સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે.

રિપોર્ટ અનુસાર છેલ્લા બે સપ્તાહની સરખામણીમાં બાળકોમાં સંક્રમણના દરમાં ૩ર ટકાનો વધારો થયો છે. આંકડા દર્શાવે છે કે, યુ.એસ.માં ગયા અઠવાડિયે જોવા મળેલા ચેપના ત્રીજા કેસ બાળકો સાથે સંબંધિત છે. અમેરિકાની વસતિના રર ટકા બાળકો છે. ત્રણ ટકાથી પણ ઓછા બાળકો રોગચાળાની ઝપેટમાં આવ્યા છે. આ હિસાબે ૬૮ લાખથી વધુ બાળકો સંક્રમણથી પ્રભાવિત થયા છે.

યુએસ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શન ડિસીઝના ડિરેક્ટર ડો. એન્થોની ફૌસીએ સ્વીકાર્યું કે તાજેતરના સમયમાં તમામ ઉંમરના બાળકોમાં ચેપનું પ્રમાણ વધી રહ્યું છે, જે ચિંતાજનક સ્થિતિ છે. ડો. એન્થોની ફૌસી કહે છે કે, આપણી આસપાસ અનેક પ્રકારના વાઈરસ ફરતા હોય છે. બાળકોના સંબંધમાં ખૂબ કાળજી લેવી પડશે. નહીં તો પરિસ્થિતિ ફરી એક વખત વણસી શકે છે. રિપોર્ટ અનુસાર પુખ્ત વયના લોકોની સરખામણીમાં ચેપગ્રસ્ત બાળકોના હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા ઓછી છે. જો આપણે રાજ્યોના આંકડાઓ પર નજર કરીએ તો ૧.૭ થી ૪.૦ ટકા બાળકો જે ચેપ માટે સંવેદનશીલ છે. તેમને હોસ્પિટલમાં સારવારની જરૃર છે, જો કે ચેપની ગતિ વધવાથી દાખલ થયેલા બાળકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. અમેરિકામાં ગઈકાલે એક જ દિવસમાં કોરોનાના નવા ૧,૦૪,૮૧૯ પોઝિટિવ કેસ નોંધાયા હતાં. અત્યાર સુધીમાં અમેરિકામાં કોરોનાના કારણે ૭,૯૮,ર૪પ લોકોના મૃત્યુ થયા છે. ભારતમાં છેલ્લા ર૪ કલાકમાં ૯૧૧૯ નવા કેસ નોંધાયા છે. ૩૯૬ ના મરણ થયા છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit