દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો પાંચસોને પાર

ખંભાળિયા તા. ૧૬ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે કોરોના પોઝિટિવના નવા તેર દર્દી નોંધાતા અત્યાર સુધીમાં જિલ્લાનો કુલ આંકડો પાંચસોથી વધી ગયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાંતિબેન કેશવાલા (ઉ.વ. રપ), નિલેશભાઈ ડોડિયા (ઉ.વ. પ૦), ડિમ્પલ બથિયા (ઉ.વ. ૩૭), રશ્મીબેન ગોકાણી (ઉ.વ. ૭૬), રાજેશ રાઠોડ (ઉ.વ. ૩પ), કવિતા કણઝારિયા (ઉ.વ. ર૧), મધુ ભેડા (ઉ.વ. ર૬), શક્તિસિંહ જાડેજા (ઉ.વ. ર૯), હાર્દિક મજીઠિયા (ઉ.વ. ૧૩), નિપાબેન મજીઠિયા (ઉ.વ. ૩૮), હિમાન્શુભાઈ મજીઠિયા (ઉ.વ. ૩૯), હરિકૃષ્ણાબેન દવે (ઉ.વ. ૮૦), જ્યોત્સનાબેન મજીઠિયા (ઉ.વ. ૪૬) ના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ખંભાળિયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવા પંદર કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે. છેલ્લા ચાર દિવસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાત કોરોનાગ્રસ્ત વ્યક્તિ કે જેઓ જામનગરમાં સારવાર હેઠળ હતાં તેમના મૃત્યુ નિપજ્યા છે.

 ઓક્સિજનની પર્યાપ્ત સુવિધા

ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં હાલ પચ્ચાસ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમને દર કલાકે જરૃરિયાત મુજબ ત્રણ-ચાર લીટર ઓક્સિજન આપવામાં આવે છે. હાલની ક્રિટિકલ સ્થિતિમાં સપ્લાય ફરજિયાત થતાં દરરોજ રપ થી ૩૦ જેટલા જમ્બો ઓક્સિજનના બાટલા ખંભાળિયામાં રાજકોટ તથા જૂનાગઢથી લાવવાની વ્યવસ્થા ગોઠવાઈ છે. હાલ દર્દીઓની સંખ્યા વધતા ઓક્સિજનનો વપરાશ પણ વધી રહ્યો છે.

મામલતદાર કચેરીમાં કોરોનાના કેસ

ખંભાળિયાની મામલતદાર કચેરીના બે કર્મચારીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા બે દિવસથી કચેરીમાં ઈમરજન્સી સિવાયની કામગીરી બંધ કરવામાં આવી છે અને આખી કચેરીને સેનિટાઈઝ કરવામાં આવી છે. હાલમાં ૭/૧ર ના દાખલા માટે ધરમપુર ગ્રામ પંચાયતમાં વ્યવસ્થા કરવામાં આવી છે. ઈમરજન્સ સિવાયની કામગીરી બેએક દિવસમાં પૂનઃ શરૃ થવાની ધારણા છે.

close
Ank Bandh
close
PPE Kit