| | |

મહાપાલિકા રિબેટ યોજના માટે સિનિયર સિટીઝનો પણ ઓનલાઈન વેરો ભરી શકશે

જામનગર તા. ર૩ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા તા. ર૬ મે થી રિબેટ યોજના શરૃ કરવામાં આવનાર છે. સિનિયર સિટીઝનને ૧પ ટકા વળતર મળવા પાત્ર છે.

સિનિયર સિટીઝન કરદાતા ઓનલાઈન સુવિધાનો લાભ મેળવી શકશે. ઓનલાઈન પેમેન્ટ કરતી વેળાએ એક બોક્સ જનરેટ થવા પામશે. જેમાં મિલકત વેરાના એસેસી નંબર લખી સબમીટ કર્યેથી મિલકત વેરા રજિસ્ટર મુજબ મિલકત ધારકનું નામ વેરીફાઈ થવા પામશે. ત્યારપછી મિલકતધારકે આઈ.ડી. પ્રૂફ તરીકે આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ વગેરેમાંથી કોઈપણ એક પુરાવો અપલોડ કરવાનો રહેશે. મિલકતધારકે મોબાઈલ નંબર ફરજિયાત આપવાના રહેશે. મોબાઈલમાં એક ઓટીપી આપવામાં આવશે જે ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે આપવાના રહેશે. મહાનગરપાલિકા દ્વારા એક અંડર ટ્રેકિંગ ઓન લાઈન આપવામાં આવશે જે સિનિયર સિટીઝનને સ્વિકૃત કરવાનું રહેશે. ઓનલાઈન પેમેન્ટ માટે મહાનગરપાલિકાની વેબસાઈટ ુુુ. દ્બષ્ઠદ્ઘટ્ઠદ્બહટ્ઠખ્તટ્ઠિ.ર્ષ્ઠદ્બ પરથી ડિજિટલ વોલેટ અને યુ.પી.આઈ. સહિતનું એક જ પ્લેટફોર્મ પરથી અહિં આવેલા ૧૮ વિકલ્પો દ્વારા ટેક્સ ભરપાઈ કરી શકશે. ઓનલાઈન પેમેન્ટ કરવાથી વધારાનું બે ટકા વળતર મળી શકશે. (વધુમાં વધુ રપ૦ રૃપિયા), જેમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેંકીંગ, યુ.પી.આઈ., ભીમ એપ, ફોન.મે, જી.પે, પે.ટીએમ, બોટ્સએપ, અધર યુ.પી.આઈ., વોડાફોન એમ. પૈસા, એક્સ પૈસા યશ બેંક, ઈટ્સ કેશ કાર્ડ, આઈ.સી.આઈ.સી.આઈ. માર્કેટ, આઈ કેસ કાર્ડ, મોબાઈલ વીક, ફ્રી ચાર્જ, વગેરેનો સમાવેશ થાય છે. નેટ બેંકીંગમાં ૬૦ થી વધુ બેંકનો સમાવેશ થાય છે. સાદા ફોનથી પણ પેમેન્ટ થઈ શકે છે. આ માટે ભીમ એપ સુવિધા નગરજનોને આપવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા મહાનગરપાલિકાએ અનુરોધ કર્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit