| | |

લાલપુર તાલુકાને કોરોના મુક્ત રાખવા વિવિધ તંત્રોની સતત દેખરેખ-જહેમત

લાલપુર તા. ર૩ઃ જામનગર જિલ્લામાં લાલપુર તાલુકો સરકારના વિવિધ તંત્રોના અધિકારીઓ-સ્ટાફની સતત દેખરેખ તથા જહેમતના લીધે આજદિન સુધી કોરોના મુક્ત રહી શક્યો છે.

લાલપુરના મામલતદાર અરવિંદભાઈ રાઠોડ, ટીડીઓ દીપાબેન કોટક, પીએસઆઈ બી.એસ. વાળા, બ્લોક હેલ્થ ઓફિસર ડો. કુડેચા, મેડિકલ ઓફિસર ડો. મિહીર ઓઝા, અન્ય તમામ સ્ટાફે લોકડાઉનના નિયમોનું કડક પાલન કરાવવામાં સફળતા મેળવી છે અને લાલપુરની જનતાએ પણ સ્વયંભૂ જનજાગૃતિ સાથે તેઓને સંપૂર્ણ સહકાર આપ્યો છે. લાલપુર તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ જયેન્દ્રસિંહ જાડેજા તથા તાલુકાના તમામ ગામના સરપંચો પણ કોરોનાને દૂર રાખવા જહેમત ઊઠાવી રહ્યા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit