જામનગર તા. ૧૩ઃ જામનગર મહાનગર પાલિકાના કોરોના વોરિયર્સ (સફાઈ કામદારો) માટે વોર્ડ નં. ૧૧ દ્વારા કામદાર પ્રિમીયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૨ ટીમોએ ભાગ લીધો હતો.
ફાઈનલ મેચ બોસ ઈલેવન તથા વોર્ડ નં. ૭ ઈલેવન વચ્ચે રમાયો હતો. બોલ ઈલેવનનો વિજય થતા તેને ઝોનલ ઓફિસર કેપ્ટન રાજભા જાડેજાને રૃા. ૧૧ હજારનો અને રનર્સ અપ ટીમને રૃા. પાંચ હજારનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. વોર્ડ નં. ૧૧ ગુલાબનગરના એસએસઆઈ મેહુલભાઈ પરમાર, યુવરાજસિંહ કંચવા, માનવતા યંગ ગ્રુપના હાજીભાઈ દોદાણી, વોર્ડના કામદારો દિલીપભાઈ સોલંકી, જીવરાજભાઈ કબીરા, પરસોત્તમભાઈ વાઘેલા, જેન્તિભાઈ વાળા, નવીનભાઈ મકવાણ, પ્રકાશભાઈ પરમાર તથા અન્ય એસએસઆઈએ જહેમત ઉઠાવી હતી તેમ વિજયભાઈ બાબરીયાએ જણાવ્યું છે.