| | |

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સીજીએસટી- એસજીએસટીના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

જામનગર તા. ૧૦ઃ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સરકારની વેરા સમાધાન યોજના-ર૦૧૯ તથા સબકા વિશ્વાસ લીગાસી ડીસ્પ્યુટ રીમોલ્યુશન સ્કીમ ર૦૧૯ અંગે તા. ૩-૧૦-ર૦૧૯ ના માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સેન્ટ્રલ જીએસટી વિભાગ તરફથી વિશાલ માલાણી (જોઈન્ટ કમિશ્નર), મધુસુદન રાવ (આસી. કમિશ્નર) સ્ટેટ જીએસટી વિભાગ તરફથી વી.એન. ગુર્જર (જોઈન્ટ કમિશ્નર), ઈ.એસ. શેખ (જોઈન્ટ કમિશ્નર), બી.એચ. મોરી (આસી. કમિશ્કનર) તથા ગુલાબભાઈ ચૌધરી (આસી. કમિશ્નર એસજીએટી વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ સ્વાગત સાથે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કરદાતાઓના જુના પડતર કેઈસ માટે ભરવાના થતા વેરાઓ માટે તૈયાર કરેલ આ યોજનાઓ વિશે માહિતી આપવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

અધિકારીઓની ફરજ મુજબ વ્યાપાર-ઉદ્યોગ પાસેથી કર વસુલ કરવો તથા આપણી જવાબદારી કર ભરવાની છે. પરંતુ ક્યારે પણ થયેલ ક્ષતિના લીધે કોઈ કરદાતા પર કોઈ ડીમાન્ડ ઉપસ્થિત થયેલ ત્યારે ન ભરેલ કર માટે સરકારની આ પ્રકારની યોજનાઓ ખૂબ કામ લાગે છે.

વધુમાં જણાવ્યું હતું કે, વેપારીઓ ઉદ્યોગકારો લોકોને રોજગારી પૂરી પાડે છે, જ્યારે વહીવટી તંત્ર દ્વારા પણ તેમને વધુ ફાયદો મળે તેવી કામગીરી કરવી જોઈએ તથા તેને ધ્યાને લેવું જોઈએ. તેમણે વેપારીઓને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ચેમ્બરના હોદ્દેદારો તથા પેનલ ચેરમેન દ્વારા અધિકારીઓને પુષ્પગુચ્છ તથા મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યાં હતાં.

આ બેઠકમાં સીજીએસટીના સંયુક્ત કમિશ્નર વિશાલ માલાણીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સબકા વિશ્વાસ યોજના શરૃ કરવામાં આવી છે. જે સર્વિસ ટેક્સ, સેન્ટ્રલ બેક સાઈન માટેની છે. આવી યોજના ક્યારેય આવી નથી. અને આવશે પણ નહીં. જેમાં દંડ, વ્યાજ નહીં, પરંતુ અમુક કિસ્સામાં ટેક્ષની રકમમાં પણ પ૦ ટકા સુધીની છૂટ આપવામાં આવી છે. તેમણે ચેમ્બરને, કરદાતાઓને જાણ કરી કર ભરવામાં આવે તે માટે અનુરોધ કર્યો હતો.

આ યોજનાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન છે. આ પછી સુપ્રિ. રવિ રાયઠઠ્ઠા તથા નિરીક્ષક રાહુલ વર્માએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી અને જાણકારી આપી હતી.

સ્ટેટ જીએસટી વિભાગના સંયુક્ત કમિશ્નર વી.એન. ગુર્જરએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, વેરા સમાધાન યોજના ર૦૧૯ નો વેપારી-ઉદ્યોગકારોએ લાભ લેવો જોઈએ. જે વેપારીનો નંબર કેન્સલ થયો હોય તે વેપારી પણ લાભ લઈ શકે છે.

જોઈન્ટ કમિશ્નર ઈ.એસ. શેખએ વેરા સમાધાન યોજનામાં પરિપત્ર અન્વયે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જુના કાયદા માટે આ યોજના છે, અને ન્યુ ડિપોઝિટ ભરેલ હોય તેને પણ આ કાયદાથી ફાયદો થાય છે. આ યોજનામાં અપીલ પરત ખેંચીને તથા અપીલ ચલાવીને એમ બન્ને રીતે ફાયદો લઈ શકાય છે. તેમજ ૧૦ ટકા રકમ ભરીને ૧૧ હપ્તા કરી આપવામાં આવશે. આસી. કમિશ્નર બી.એસ. મોરીએ સમગ્ર યોજના બાબત વિસ્તૃત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી માહિતી-માર્ગદર્શન આપ્યું હતું.

આ પછી પ્રશ્નોત્તરી થઈ હતી. જેના અધિકારીઓએ જવાબો આપ્યા હતાં. આ બેઠકનું સંતાલન સંસ્થાના મંત્રી અક્ષત વ્યાસે અને આભારદર્શન સહમંત્રી કૃણાલભાઈ શેઠએ કર્યુ હતું.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit