જામનગરની શાનસમા ભુજીયા કોઠાનું અંદાજે આઠ કરોડના ખર્ચે થશે રેસ્ટોરેશન

હાલમાં સાફસૂફીનું કામ શરૃ કરાયુંઃ

જામનગર તા. ૪ઃ જામનગરની શાનસમા ભુજીયા કોઠાના રેસ્ટોરેશન કામ માટે તૈયારીના ભાગરૃપે સફાઈ કામગીરી શરૃ કરવામાં આવી છે.

જામનગરમાં તળાવની પાળ સ્થિત રાજાશાહી વખતના ભુજીયા કોઠાને ભૂકંપમાં વ્યાપક નુકસાન થવા પામ્યું હતું. આ પછી હવે લાંબા સમયગાળાના અંતે તેનું રેસ્ટોરેશન કામ શરૃ કરવામાં આવનાર છે. આ માટે આઠેક કરોડના ખર્ચનો પ્રાથમિક અંદાજ આંકવામાં આવ્યો છે.

આગામી ટૂંક સમયમાં આ કામનું ખાત મુહૂર્ત કરવામાં આવે તેવી શક્તયા દર્શાવાઈ રહી છે. આગામી દિવસોમાં રેસ્ટોરેશન કામ શરૃ થનાર હોવાથી તેના આગોતરા આયોજનરૃપે છેલ્લા બે દિવસથી ભુજીયા કોઠાની સફાઈ કામગીરી શરૃ કરવામાં આવી છે. જે પૂર્ણ થયા પછી રેસ્ટોરેશનનું કામ શરૃ થશે અને કામ પૂર્ણ થયા પછી ફરી એક વખત જામનગરીઓને ભુજીયો કોઠાનો અલભ્ય નજારો પુનઃ જોવા મળશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit