| | |

મારા ઉપરનો હુમલો ગુજરાતના પ૬ લાખ ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસઃ પાલભાઈ આંબલિયા

ખંભાળિયા તા. ર૩ઃ કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયાએ તેના પર થયેલા હુમલા અંગે આકરી પ્રતિક્રિયા આપી છે.

તાજેતરમાં રાજકોટમાં ખેડૂતના પ્રશ્નો અંગે કલેક્ટરના માધ્યમથી પી.એમ. સુધી વાત પહોંચાડવાની કોશિશ કરવા જનાર કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયા પોલીસનો અતિરેક થયા બાબતે ત્યાંથી જામીન પર મુક્ત થઈને વતન ખંભાળિયા આવેલા પાલભાઈએ તેમની પ્રતિક્રિયા આપી હતી.

તેમણે જણાવેલ કે રાજ્યભરના ખેડૂતોને ખેત ઉત્પાદનોના અત્યંત નીચા ભાવ મળતા હોય, આ નીચા ભાવની જણસો વેંચીને પી.એમ. કેયર્સ ફંડમાં રકમ આપીને તેઓ કેન્દ્રનું ધ્યાન દોરવા માંગતા હોય, જિલ્લા કલેક્ટર રાજકોટને આ મુદ્દે કહેવા જતાં પોલીસે અટકાવીને ઢોર  માર મારતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડેલા. સમગ્ર બનાવમાં રાજકોટના પોલીસ તંત્રની ભાજપના કાર્યકર જેવી ભૂમિકા હોય, આ ખેડૂતોના અવાજ દબાવવાનો અને તેમના પર હુમલો એ રાજ્યના પ૬ લાખ ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ હોય, આગામી દિવસોમાં નવી ઉર્જા અને લડતની નવી રણનીતિ સાથે લડાઈ શરૃ થશે. પોલીસ કમિશનર કચેરીએ જઈને ઢોર માર મારવો, ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે રજામાં પાંચ કલાકનો ઈરાદાપૂર્વકનો વિલંબ, મોડી સાંજે ૧પ૧ હેઠળ જેલમાં મોકલવાનો હુકમ, ડોક્ટરના અભિપ્રાય વગર જેલનો ઓર્ડર!, આવા અન્યાયી પગલાંઓ લેનારા અધિકારીઓને વળતો જવાબ આપીશું. થાક્યા છીએ તેમ નથી અને હાર્યા છીએ એમ પણ નથી. લડીશું અને જીતીશું તેવું પણ કહીને પ્રતિક્રિયા આપી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit