જામનગર સી.એ. બ્રાન્ચ દ્વારા ફલેગ હોસ્ટિંગ તથા માસ્કનું વિતરણ

જામનગર તા. ૪ઃ જામનગર સી.એ. બ્રાન્ચ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખોડિયાર કોલોની સ્થિત સી.એ. બ્રાન્ચમાં ફલેગ હોસ્ટિંગ તથા શહેરની વિવિધ સંસ્થાઓમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જામનગર બ્રાન્ચની મેનેજિંગ કમિટીના ચેરમેન દિપેશ ભૂત, વાઈસ-ચેરમેન ધવલ શાહ, કમિટી મેમ્બર શીલા દત્તાણી, જામનગર બ્રાન્ચના ભૂતપૂર્વ ચેરમેનો કમલેશ રાઠોડ, કૌશિક ગોસ્વામી, અમિત મહેતા, ભરત ઓઝા, જયદીપ રાયમંગિયા તથા સ્ટુડન્ટ્સ એસોસિએશનના રોહન મેવાચા, પ્રણવ મેહતા અને સીએના વિદ્યાર્થીઓ મયુર મંડલી, કિશન મહેતા, કરન મહેતા, શૈલેન્દ્ર અલગોતર વિગેરે હાજર રહ્યાં હતાં. માસ્ક વિતરણ કાર્યક્રમમાં સહાયક તરીકે જામનગરના ટ્રાફિક બ્રિગેડના જવાન પ્રફુલ સુખલાલ ડાભીએ તથા આ કાર્યક્રમને સફળ બનાવવા બ્રાન્ચના સંજય ઝાલા અને ભાવેશ વિંઝુડાએ જહેમત ઉઠાવી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit