લોહાણા સમાજને રાજકીય ક્ષેત્રે ગૌરવવંતુ સ્થાન અપાવવા એડવોકેટનું અભિયાન

ભાટીયા તા.૧૬ઃ સમગ્ર ગુજરાતમાં વસતા લોહાણા સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓને દરેક પાર્ટીમાં સન્માનભર્યું પ્રદેશ કક્ષાનું સ્થાન મળે તે માટે રાજયના દરેક પક્ષના મોવડી મંડળને દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવા એડ્વોકેટ કેતનભાઈ મોટલાએ સોશ્યલ મીડિયાના મધ્યમથી રજૂઆત કરવાનું અભિયાન આદર્યું છે.

ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં લોહાણા સમાજ બહોળા પ્રમાણમાં વસવાટ કરે છે, અને સમાજની મતદાન શકિત બહુ મોટી છે. જેની સામે લગભગ તમામ રાજકીય પક્ષોએ લોહાણા સમાજને ઘણા વર્ષો સુધી અન્યાય કર્યો છે. તેથી લોહાણા સમાજના પ્રશ્નોને પ્રદેશ સ્તરે રજુઆત સાંભળી શકે અને સમાજને ઉચિત ન્યાય મળે તે માટે લોહાણા સમાજના રાજકીય અસ્તિત્વની લડાઈનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ભવિષ્યમાં પણ શાંતિ પૂર્ણ રીતે વાણી અને વિવેક પર સંયમ રાખીને લડત કરવામાં આવશે. આ લડતમાં સમગ્ર ગુજરાતના લોહાણા સમાજના યુવાનો અને આગેવાનો બહોળી સંખ્યામાં જોડાયા અને સૌ પોતપોતાની રીતે ઉચ્ચ સ્તરે રજૂઆત કરે તે માટે એડ્વોકેટ કેતનભાઈ મોટલાએ અપીલ કરી છે.

close
Ank Bandh
close
PPE Kit