Advertisement

જામનગરના વોર્ડ નં. ૩ના સસ્તા અનાજના દુકાનદારની તપાસઃ ૨૪ હજારનો જથ્થો સીલ

જામનગર તા. ૨૭ઃ ગેરરીતી આચરતા સસ્તા અનાજના પરવાનેદાર વિરૃદ્ધ કાર્યવાહી હેઠળ જિલ્લા પુરવઠા તંત્રે દુકાનદારની કરેલી તપાસ દરમિયાન સ્ટોક વેરીએશન જણાઈ આવતા હાજર અંદાજે રૃા. ૨૪ હજારની કિંમતનો જથ્થો સીઝ કરાયો હતોે.

જામનગર શહેરના વોર્ડ નં. ૩ ના એફપીએસ દુકાનદાર નિમિષભાઈ વાઢેર પોતાની સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતી આચરતા હોવા અંગેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જે અંગે જિલ્લા પુરવઠા કચેરીની ટીમ દ્વારા તાજેતરમાં દુકાનની આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં દુકાનમાં રહેલ હાજર સ્ટોકમાં વેરીએશન જણાઈ આવતા ટીમ દ્વારા દુકાનમાં રહેલ ઘઉં, ચોખા, ખાંડ, તેલ, દાળ વિગેરે તમામ હાજર જથ્થો કે જેની કિંમત રૃા. ૨૩,૯૭૫- થાય છે તે જથ્થો સીઝ કરી દુકાનદાર વિરૃદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે કે સસ્તા અનાજના પરવાનેદાર દ્વારા કોઈપણ પ્રકારની ગેરરીતી અંગે તંત્ર સતર્ક છે તેમજ ભવિષ્યમાં પણ અન્ય કોઈ દુકાનદાર દ્વારા આવો કોઈ પ્રકારનો બનાવ બનશે તો તેમની વિરૃદ્ધ પણ તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit