| | |

દશેરાના પર્વે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા દ્વારા દ્વારકાના જગત મંદિરે ધ્વજારોહણ

દ્વારકા તા. ૯ઃ પોરબંદરના સાંદિપની આશ્રમના ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ દશેરાના દિવસે દ્વારકાના જગતમંદિરે ધ્વજારોહણ કર્યું હતું.

ગઈકાલે સમગ્ર દેશમાં દશેરાના શરદપૂનમ સાથે ધર્મોત્સવ યોજાતા હતાં, ત્યારે દ્વારકાના શ્રીકૃષ્ણનગરમાં પણ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ ભક્તજનોના મેળાવડા સાથે દ્વારકાધીશજીના મંદિરે શિખર ઉપર ધ્વજાજજી આહોરહણ કરીને વિજ્યોભવઃનું આહ્વાન કર્યું હતું.

રમેશભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા ૩૮ વર્ષથી તેઓ નવરાત્રિનું અનુષ્ઠાન કરે છે. સૌ પ્રથમ અનુસ્થાનનો પ્રારંભ દ્વારકાથી કરાયો હતો. તે પછી દસ વર્ષ રાવલ પાસેના વાડી વિસ્તારમાં અને બાદમાં ૧૯૯ર થી સતત પોરબંદરના સાંદિપની આશ્રમમાં તેઓ દ્વારા અનુષ્ઠાન થાય છે.

ભગવાનના ગીતાજીના છેલ્લા અધ્યાયમાં કહ્યા મુજબ પાર્થ અને પુરુષાર્થ એ વિજય અને સમૃદ્ધિનું પ્રતીક છે. જે આજે વિજ્યાદશમીના દિવસે સૌએ યાદ કરવું જોઈએ.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit