| | |

નગરની કોમર્શિયલ ઈમારતોમાં મચ્છર ઉત્પત્તિ જોવા મળતા નોટીસ પાઠવાઈ

જામનગર તા. ૧૧ઃ જામનગરના કેટલાક કોમર્શિયલ બિલ્ડીંગોમાં વરસાદી પાણીના ભરાવાના કારણે મચ્છરના લારવા જોવા મળતા બિલ્ડીંગ સંચાલકોને આરોગ્ય શાખા દ્વારા નોટીસ આપવામાં આવી છે. જામનગરમાં ચોમાસાની મૌસમમાં રોગચાળાનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. ત્યારે જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય શાખાના મેલેરીયા વિભાગ દ્વારા શહેરના કોમર્શિયલ બિલ્ડીંગોમાં ચેકીંગ કર્યું હતું. આ દરમ્યાન રોયલ હાઈટસ (ખોડીયાર કોલોની), જીવનદિપ હોસ્પિટલ (ઈન્દિરા રોડ), માધવ સ્કવેર (લીમડા લાઈન), ઓસ્કાર કોમ્પલેક્ષ (લીમડા લાઈન)ના  સેલરમાં વરસાદી પાણીના ભરાવાના કારણે મચ્છર ઉત્પત્તિ સ્થાન જોવા મળતા આ ઈમારતોના સંચાલકોને નોટીસ આપવામાં આવી હતી. મચ્છર કરડવાથી બચવા જરૃરી સાવચેતી રાખવા પણ આરોગ્ય શાખાએ અનુરોધ કર્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit