Advertisement

ખંભાળિયાની હોસ્પિટલમાં ઓક્સિજન તથા વેન્ટીલેટરની સુવિધામાં થશે વધારો

ખંભાળિયા તા. ૦૧ઃ ખંભાળિયાની સરકારી હોસ્ચિપટલમાં કોરોના વિભાગમાં ઓક્સિજનના સુવિધાવાળા બેડ તથા વેન્ટીલેટર સુવિધા ઓછી પડતી હોવાથી દેવભૂમિ દ્વારકા જિલ્લાની આરએસપીએલ કંપની દ્વારકા રૃા. ૪૨ લાખની રકમ ફાળવવામાં આવી છે. જેમાંથી દસ હજાર લીટર ક્ષમતાવાળી ઓક્સિજનની ટેંક કચ્છથી લાવીને સરકારી હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાંથી બસ્સો બેડમાં ઓક્સિજન આપી શકાશે તેમજ પીસ્તાળીસ વેન્ટીલેટરની સુવિધા વધરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સંભવત્ઃ આગામી ત્રણ-ચાર દિવસમાં આ તમામ કામગીરી પૂર્ણ થતાં ઓક્સિજન તથા વેન્ટીલેટરની વધુ સુવિધા પ્રાપ્ત થશે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit