લાભપાંચમના દિવસે દ્વારકાધીશ ભગવાનને સુકામેવાનો મહાભોગ

દ્વારકાધીશ જગત મંદિરમાં વર્ષ દરમિયાન ઠાકોરજીને તહેવારો દરમિયાન વિશેષ શ્રૃંગારની સાથે-સાથે વિશેષ વ્યંજનો સાથેના મહાભોગ પણ ધરાવવામાં આવતાં હોય છે. દ્વારકાધીશ જગત મંદિરમાં લાભપંચમીના શુભદિને એક ભક્ત પરિવાર દ્વારા સુકા મેવાનો મહાભોગ ધરવામાં આવ્યો હતો. જગત મંદિરના નેતાજી પૂજારી તથા મુરલીભાઈ પૂજારી દ્વારા કરાયેલા દિવ્ય શ્રૃંગાર સાથેના મહાભોગનું બહોળી સંખ્યામાં ભાવિકોએ જગત મંદિરમાં તેમજ ઓનલાઈનના માધ્યમથી દર્શન કર્યા હતાં.                                                           (તસ્વીરઃ રવિ બારાઈ)

close
Ank Bandh
close
PPE Kit