Advertisement

લાલપુરના સણોસરામાં માનસિક બીમારીથી કંટાળી પ્રૌઢનું વિષપાન

જામનગર તા. ૨૭ઃ લાલપુરના સણોસરા ગામમાં વસવાટ કરતાં એક પ્રૌઢે માનસિક બીમારીથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. તેઓનું મૃત્યુ થયું છે. જ્યારે નગરમાં આઠ માળિયા આવાસમાં એક યુવતીએ અકળ કારણથી વખ ઘોળી જિંદગીનો અંત આણ્યો છે. ઉપરાંત મકરાણી સણોસરામાં આર્થિક સંકળામણથી કંટાળી એક ખેડૂતે મોત મીઠું કરી લીધું છે અને મોટી માટલીમાં એક શ્રમિકે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી છે.

લાલ૫ુર તાલુકાના સણોસરા ગામમાં રહેતા જેઠાભાઈ દેવાભાઈ રાઠોડ નામના પચ્ચાસ વર્ષના અનુસૂચિત જાતિના પ્રૌઢે ગયા બુધવારે કોઈ ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા જેઠાભાઈનું શનિવારે મૃત્યુ નિપજયું છે. તેમના નાનાભાઈ કારા દેવાભાઈ રાઠોડે પોલીસને જાણ કરી છે. તેઓના જણાવ્યા મુજબ જેઠાભાઈ માનસિક બીમારીથી પીડાતા હતા અને તેનાથી કંટાળી જઈ દવા પી લીધી હતી. પોલીસે તપાસ શરૃ કરી છે.

કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામમાં રહેતા નિલેષસિંહ ભીખુભા જાડેજા (ઉ.વ.૪૮) નામના યુવાને આર્થિક સંકળામણથી કંટાળી જઈ ગયા બુધવારે પોતાના ખેતરે જઈ કોઈ ઝેરી દવા પી લીધી હતી. સારવાર દરમ્યાન આ યુવાનનું જી જી હોસ્પિટલમાં મૃત્યુ થયું છે.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર પાસે આવેલા મયુરનગર નજીકના આઠ માળિયા આવાસમાં વસવાટ કરતાં ખુશ્બુબેન દિવ્યેશપરી ગોસાઈ (ઉ.વ.૧૯) નામની યુવતીએ શુક્રવારે ઝેરી દવા પી લીધી હતી. તેણીનું શનિવારે મૃત્યુ થયું છે. પિતા દિવ્યેશપરી અમૃતપરી ગોસાઈએ પોલીસને જાણ કરી છે. પોલીસે આ યુવતીના વિષપાન પાછળનું કારણ જાણવા તપાસ શરૃ કરી છે.

કાલાવડ તાલુકાના મોટી માટલી ગામમાં રહેતા ગિરીશભાઈ ભાવસીંગ મખોદીયા નામના બાવીસ વર્ષના આદિવાસી યુવાને શનિવારે કોઈ કારણથી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ યુવાનનું ગઈકાલે મૃત્યુ થયાનું અર્જુન કરણભાઈએ પોલીસમાં જાહેર કર્યું છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit