Advertisement

જામજોધપુરના રબારીકામાં મોડીરાત્રે જામેલા જુગાર પર પોલીસનો દરોડોઃ છ પકડાયા

કાલાવડના છતરમાં તીનપત્તી રમતા છ ઝડપાયાઃ

જામનગર તા. ૧૩ઃ જામજોધપુરના રબારીકા ગામમાં ગઈરાત્રે પોલીસે દરોડો પાડી છ શખ્સને તીનપત્તી રમતા પકડી પાડયા હતા. જ્યારે કાલાવડના છતર ગામમાં રાત્રે ત્રણ વાગ્યે સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપાના કૂટતા પાંચ શખ્સને પોલીસે પકડી લીધા છે. બન્ને સ્થળેથી કુલ રૃપિયા ૩૬ હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

જામજોધ૫ુર તાલુકાના રબારીકા ગામમાં ગઈરાત્રે જુગાર રમાતો હોવાની બાતમી પરથી જામજોધપુર પોલીસે બારેક વાગ્યે દરોડો પાડયો હતો. ત્યાંથી હમીરભાઈ દેવાણંદભાઈ કરમુર, વીરાભાઈ ધનાભાઈ કરંગીયા, કેશુરભાઈ અરશીભાઈ કરમુર, પાલાભાઈ મારખીભાઈ ડાંગર, હમીરભાઈ જગમલભાઈ ભેડા, અશોકભાઈ નગાભાઈ પોપણીયા નામના રબારીકા ગામના છ શખ્સ ઝડપાઈ ગયા હતા. પોલીસે પટમાંથી રૃા. ૧૨,૯૨૦ રોકડા કબ્જે લઈ જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

કાલાવડ તાલુકાના છતર ગામમાં ગઈરાત્રે જુગાર રમાઈ રહયો હોવાની વિગત મળતા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફે ત્યાં દરોડો પાડતા સ્ટ્રીટલાઈટના અજવાળે તીનપત્તી રમતા અબ્દુલભાઈ લાખાભાઈ મલેક, સજુભા પ્રવીણસિંહ જાડેજા, રાજકોટના બિપીનભાઈ મૂળજીભાઈ ચાવડા, જામજોધપુરના બાવરીદડના દિનેશભાઈ હીરાભાઈ પરમાર, જામજોધપુરના વીરપર-બાઘલા ગામના ભોજાભાઈ જેસાભાઈ બગડા નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૃા. ૨૩,૩૦૦ રોકડા કબ્જે કરી ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit