બ્રિટિશ કોર્ટનો અનિલ અંબાણીને ચીનની ત્રણ બેંકોને ૭૧.૭ કરોડ ડોલર ચૂકવવા આદેશ

લંડન તા. ર૩ઃ બ્રિટિશ કોર્ટે ઉદ્યોગપતિ અનિલ અંબાણીને રૃપિયા ૭૧.૭ કરોડની રકમ ચીનની ત્રણ કંપનીઓને ચૂકવવાનો આદેશ કર્યો છે.

બ્રિટિશ કોર્ટે ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ૭૧.૭ કરોડ ડોલરની રકમ ચીનની ત્રણ બેંકોને ચૂકવે એવો આદેશ કર્યો હતો. ચીનની ત્રણ બેંકોએ પર્સનલ ગેરેન્ટી પરથી ર૦૧ર માં લીધેલી લોનની બાકી રકમ ચૂકવવા માટે બ્રિટીશની કોર્ટમાં અરજી કરી હતી. ચૂકાદો બેંકોની તરફેણમાં આવ્યો હતો. ચીનની ત્રણ બેંકોએ બ્રિટિશ કોર્ટમાં કેસ કર્યો હતો કે એનું અનિલ અંબાણી પર ૭.૭૧ કરોડ ડોલરનું કરજ છે. વર્ષ ર૦૧ર માં અનિલ અંબાણીની રિલાયન્સ ગ્રુપ કંપનીને આપેલી લોનમાંથી આટલી રકમ બાકી નીકળતી હોવાનો દાવો ત્રણ ચીની બેંકોએ કર્યો હતો. ત્રણેય બેંકોએ કુલ ૧૦ કરોડ ડોલરની રકમ માટે અરજી કરી હતી. તે અરજીના સંદર્ભમાં કોર્ટે અનિલ અંબાણીને ર૧ દિવસમાં ૭.૭૧ કરોડ ડોલરની રકમ ચૂકવવાનો આદેશ કર્યો હતો. સાથે સાથે ૧૦ કરોડ ડોલરની રકમની કુલ અમાઉન્ટનો કેસ ર૦ર૧ માં ચલાવવાનો સંકેત પણ આપ્યો હતો. અગાઉ કોર્ટે અનિલ અંબાણીની કંપનીએ રજૂ કરેલા પુરાવા બાબતે ટીકા કરી હતી. અનિલ અંબાણીએ આવક મુદ્દે રજૂ કરેલા દસ્તાવેજો માન્ય રાખ્યા ન હતાં અને ટ્રાન્સપરન્સી જળવાઈ ન હોવાની ટકોર કરી હતી. કંપનીઓએ પર્સનલ ગેરેન્ટીનું અનિલ અંબાણીએ ઉલ્લંઘન કર્યું હોવાની દલીલ રજૂ કરી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit