જામનગરના ર૮ યાત્રિકો તામિલનાડુમાંફસાતા પરત ફરવા રાજ્ય સરકારને આજીજી

જામનગર તા. ર૬ઃ જામનગર જિલ્લાના ર૮ લોકો દક્ષિણ ભારતની યાત્રાએ ગયા છે અને ત્યાં ફસાયા છે. તેમણે પરત ઘરે ફરવા માટેની વ્યવસ્થા કરવા માટે ગુજરાત સરકાર સમક્ષ આજીજી કરી છે.

જામનગર શહેર-જિલ્લામાંથી ર૮ લોકો દક્ષિણ ભારતની જાત્રાએ ગયા હતાં. તેઓ ગઈ તા. ૧૭ ના જામનગરથી રવાના થયા હતાં અને ર૮ તારીખના તેમની પરત આવવા માટેની ટિકિટ છે, પરંતુ હાલ ટ્રેન વ્યવહાર બંધ છે. ઉપરાંત અન્ય તમામ પ્રકારનો વાહન વ્યવહાર પણ બંધ છે. હવે તેઓ કોઈ રીતે પરત ફરી શકે તેમ નથી. આથી આ તમામ યાત્રાળુઓ હાલ ચેન્નઈમાં ફસાયા છે  અને જલારામ ભવનમાં આશરો લીધો છે અને વીડિયો સોશ્યલ મીડિયામાં વહેતો મૂકીને ગુજરાત સરકારને વિનંતી કરી છે કે કોઈપણ રીતે અમોને ઘરે પહોંચાડવામાં મદદ કરવામાં આવે. કારણ કે હવે નાણા પણ ખૂટી પડ્યા છે. કોઈ વસ્તુ ખરીદવી પણ મુશ્કેલ થઈ રહી છે.

close
Nobat Subscription