| | |

રોજગાર માટે વિદેશ જવા ઈચ્છુક ઉમેદવારો માટે માર્ગદર્શિકા

દેવભૂમિ દ્વારકા તા. ૯ઃ ભારત સરકારના વિદેશ મંત્રાલય નવી દિલ્હી દ્વારા વિદેશ રોજગાર માટે જવા ઈચ્છુક ઉમેદવારો વિવિધ ઠગ/લેભાગુ એજન્ટોના ભોગ ન બને તે માટે વિદેશ રોજગાર માટેની સેવાઓ મીનીસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ એન્ડ ઓવરસીઝ ઈન્ડિયન અફેર્સ-ઈન્ડિયા, ન્યુદિલ્હી તરફથી માન્યતા ધરાવતી નોંધાયેલી સંસ્થાઓની યાદી વેબસાઈટ ીદ્બૈખ્તટ્ઠિંી.ર્ખ્તદૃ પર પ્રસિદ્ધ કરવામાં આવી છે. વિદેશ કારકીર્દિ ઘડવા તેમજ નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ ફક્ત વિદેશ મંત્રાલય દ્વારા નોંધણી કરાવેલ ભરતી એજન્ટોના માધ્યમથી જ વિદેશ જવું. લેભાગુ અને ઠગ એજન્ટો દ્વારા ન જવું કે જેનાથી આપની છેતરામણી થવાની શક્યતા હોય. વિદેશ જતા સમયે કોઈપણ વ્યક્તિ દ્વારા આપવામાં આવતું કોઈપણ પ્રકારનું પેકેટ લઈને જવું નહી, જેથી આપ ફસાઈ ન જાઓ. જતા પહેલા જે કામ માટે જાવ તે માટેનું સં૫ૂર્ણ પ્રશિક્ષણ/તાલીમ મેળવીને જવું. વિદેશ જતાની સાથે જ ભરતી દુતાવાસનો સંપર્ક કરવો. વધુ માહિતી માટે ટોલ-ફ્રી નંબર ૧૮૦૦૧૧૩૦૯૦ ઉપર સંપર્ક કરવો. તેમ જિલ્લા રોજગાર કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા જણાવાયું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit