દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના માટે નોંધણીનો આરંભ

જામનગર તા. ૧૦ઃ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિની દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના માટે ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર ૧૭ જૂન ૨૦૨૧ સુધી રજીસ્ટ્રેશન થઈ શકશે. રાજ્યના ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે તેમજ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની સંખ્યામાં વધારો થાય તે માટે સરકાર દ્વારા આ યોજના શરૃ કરાઈ છે. જેમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત પરિવારને એક દેશી ગાયના નિભાવ ખર્ચ માટે પ્રતિ મહિને રૃા. ૯૦૦ (વાર્ષિક રૃા.૧૦૮૦૦) આપવામાં આવશે. આ યોજનાનું રજીસ્ટ્રેશન શરુ થઈ ચૂક્યુ છે.

જે ખેડૂત દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા હોય તેવા ખેડૂત પરિવારને દેશી ગાય, નિભાવ માટે મહિને રૃા. ૯૦૦ (વાર્ષિક રૃા. ૧૦૮૦૦) ની સહાય ચૂકવવામાં આવશે. આ માટે ખેડૂત પાસે આઈડેન્ટીફિકેશન ટેગ ધરાવતી દેશી ગાય હોવી જરૃરી છે તથા પ્રાકૃતિક ખેતી કરતો હોવો જરૃરી છે. અગાઉ આ યોજના હેઠળ લાભ મળેલ હોય તેવા ખેડૂતો અરજી કરી શકશે નહીં.

આ યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ ૫ર રજીસ્ટ્રેશનનો પ્રારંભ થઈ ચૂકયો છે. આ યોજના માટે ૧૭ જૂન ૨૦૨૧ સુધી રજીસ્ટ્રેશન ચાલુ રહેશે. અરજદાર ખેડૂત પ્રિન્ટઆઉટ અરજી સાથે ૭-૧૨ ની નકલ અથવા ૮-અ ની નકલ, સંયુકત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતિપત્રક, દેશી ગાય ધરાવતા હોય તેવો ફોટોગ્રાફ અને બેંક પાસબુક અથવા રદ કરેલો ચેક જોડી અરજી કર્યાના ૭ દિવસમાં પ્રોજેકટ ડાયરેકટરની કચેરી, આત્મા પ્રોજેકટ, ખેડૂત તાલીમ કેન્દ્ર બાજરા સંશોધન કેન્દ્ર, એરફોર્સ રોડ, વુલન મિલની સામે, જામનગરમાં રજુ કરવાની રહેશે.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit