દ્વારકા નગરપાલિકા દ્વારા મિલ્કત વેરામાં ત્રીસ ટકાની રાહત આપવાની જાહેરાત

દ્વારકા તા. ૪ઃ દ્વારકા નગરપાલિકા દ્વારા દ્વારકામાં વાણિજ્ય મિલ્કતો ધરાવતા નગરજનોને મિલ્કત વેરામાં ત્રીસ ટકાની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. દ્વારકા નગરપાલિકા પ્રમુખ જીતેશભાઈ માણેક, ઉપપ્રમુખ પરેશભાઈ ઝાખરીયા અને ચીફ ઓફિસર ડુડીયાએ પત્રકારોની ઉપસ્થિતિમાં આ રાહતની જાહેરાત કરી હતી. દ્વારકા શહેરમાં અંદાજે પાંચ હજાર જેટલી વાણિજ્ય મિલ્કતો છે. જેમાં હોટલો, ધર્મશાળા, દુકાનો, દવાખાના, વકીલ-ડોક્ટરોની મિલ્કતો છે. આ તમામ મિલ્કત ધારકોને વર્ષ ૨૦૨૦-૨૧ માટે રાજ્ય સરકાર અને નગરપાલિકા મળી મિલ્કતવેરાના બીલમાં ત્રીસ ટકાની રાહત આપવામાં આવશે. ૩૦ ઓગસ્ટ સુધીમાં ચાલુવર્ષની મિલ્કત વેરાની રકમનો નગરજન વાણિજ્ય મિલ્કત ધરાવતા હશે તેમને જ આ રાહતનો લાભ મળશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit