કલ્યાણપુરના લાંબામાં જુગારની જમાવટ પર પોલીસનો દરોડોઃ સાત પંટર ઝડપાયા

જામનગર તા. ૪ઃ કલ્યાણપુરના લાંબા ગામમાં ગઈકાલે સવારે જાહેરમાં તીનપત્તી રમતા સાત શખ્સો પોલીસની પકડમાં આવી ગયા છે જ્યારે દેવળીયા ગામમાં બાવળની ઝાડીઓમાં જુગાર રમતા ચાર ઝડપાયા છે અને એક ફરાર થઈ ગયો છે. રોકડ, બાઈક, મોબાઈલ મળી રૃા. દોઢ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.

કલ્યાણપુર તાલુકાના લાંબા ગામમાં ગઈકાલે સવારે કેટલાક શખ્સો એકત્રિત થઈ જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા હોવાની બાતમી મળતા કલ્યાણપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. જેમાં સુરેશભારથી નારણભારથી, મહેશભાઈ દ્વારકાદાસ બારાઈ, હમીરભાઈ જેઠાભાઈ આહીર, લગધીર રામાભાઈ ચાવડા, ઉમેશ હેમતલાલ ભાયાણી, કરશનભાઈ રામાભાઈ ગોજીયા અને ધરણાંતભાઈ મારખીભાઈ કંડોરીયા નામના સાત શખ્સ તીનપત્તી રમતા પકડાઈ ગયા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૨૧,૦૩૦ રોકડા અને પાંચ મોટર સાયકલ મળી કુલ રૃા. ૧,૪૬,૦૩૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામમાં ગઈકાલે સાંજે સ્મશાન પાછળ ઉગી નીકળેલી બાવળની ઝાળીઓમાં ગંજીપાનાથી જુગાર રમી પૈસાની હારજીત કરતા દીલીપ રાણાભાઈ બારોટ, વેજાભાઈ રામદેભાઈ માડમ, રાજસીભાઈ નગાભાઈ આહિર, રાજુભાઈ સાજણભાઈ માડમ નામના ચાર શખ્સને પોલીસે દરોડો પાડી પકડી લીધા હતાં જ્યારે પોલીસને જોઈને દેવાણંદ નાથાભાઈ કરમુર નામનો શખ્સ નાસી ગયો હતો. પોલીસે પટ્ટમાંથી રૃા. ૮૩૧૦ રોકડા, બે મોબાઈલ કબજે કર્યા છે અને નાસી ગયેલા શખ્સના સગડ દબાવ્યા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit