ઉર્ષ નિમિત્તે ફ્રૂટ- બિસ્કિટનું વિતરણ

જામનગર તા. ૧૭ઃ જામનગરમાં રઝામિશન દ્વારા સુન્નીઓના તાજદાર આલા હઝરત, હઝરત સૈયદ ઈમામે હસન મુજદીદે અલ્ફેશાની, શેખ અહમદ ફારૃકી નકશબંદી, હઝરત સૈયદ ઐદ્રેશ પીરબાવા બગદાદીના ઉર્ષ નિમિત્તે મતવા મસ્જિદના ઈમામ હાજી અ.કાદર આરબના માર્ગદર્શન હેઠળ ગરીબોને ફ્રૂટ, બિસ્કિટનું વિતરણ કરવામાં આવેલ અને બરેલ્વી શરીફ આલા હઝરતના મઝારે પાક ચાદર મુબારક પેશ કરીને આપણા દેશમાંથી કોરોના નાબુદ થાય તેવી દુઆ કરવામાં આવેલ તેમ કાસમ અ.સતાર ફૂલવાળાએ જણાવ્યું છે.

close
Ank Bandh
close
PPE Kit