જી.જી. હોસ્પિટલનો આઈસોલેશન વોર્ડને ફાયરબ્રિગેડ દ્વારા કરાયો સેનેટાઈઝ

જામનગર તા. ર૬ઃ જામનગરની સરકારી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડને આજે ફાયરબ્રિગેડ દ્વારા સેનેટાઈઝ કરવામાં આવ્યો હતો. ઉપરાંત હોસ્પિટલ લોબીમાં પણ સાફસફાઈ કરાવી દવા છંટકાવ કરવામાં આવ્યો હતો.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા આઈસોલેશન વોર્ડને સેનીટાઈઝ કરવા માટે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ સાથોસાથ હોસ્પિટલ લોબીને પણ સેનેટાઈઝ કરવામાં આવી હતી.

close
Nobat Subscription