Advertisement

જામનગરમાં સવારે પોણો ઈંચ: જોડિયામાં વરસાદી ઝાપટાંઃ જામ્યો મેઘાવી માહોલ

નગરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાઃ હજુ વધુ વરસાદ થવાની શકયતાઃ શનિવારે વસઈમાં ૫૮ મી.મી. વરસાદ

જામનગર તાલુકાના વસઈ ગામમાં શનિવારે ધોધમાર ૫૮ મીમી વરસાદ થયો હતો જયારે આજે જામનગરમાં પોણો ઈંચ જયારે ધ્રોલ જોડિયા પંથકમાં વરસાદી ઝાપટુ વરસ્યું હતું. જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગત શનિવારે જામનગર તાલુકાના વસઈ ગામમાં ૫૮ મીમી વરસાદ થયો હતો. જયારે જામનગરમાં પણ સાત મીમી વરસાદી ઝાપટું વરસ્યું હતું. આ પછી રવિવારે મેઘરાજાએ રજા રાખી હતી. એક માત્ર પીઠડ ગામમાં ૧૫ મીમી વરસાદના વાવડ મળ્યા છે. જયારે આજે સવારે જામનગરમાં જોરદાર વરસાદ શરૃ થયો હતો પરંતુ થોડી જ વારમાં રોકાઈ ગયો હતો. જે ૧૯ મીમી નોંધાયો છે. પરિણામે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં.  આ ઉપરાંત ધ્રોલમાં આઠ મીમી અને જોડિયામાં ૩ મીમીનું વરસાદી ઝાપટુ વરસ્યુ હતું. જામનગરમાં હજુ પણ મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે અને સારો વરસાદ થશે તેવી શકયતા જોવા મળી રહી છે.

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit