Advertisement

બિહારમાં ૧પ મી મે સુધી સંપૂર્ણ લોકડાઉનઃ નીતિશ સરકારની ઘોષણા

કેટલાક રાજ્યોમાં લોકડાઉન અને કડક પ્રતિબંધો પછી હવે

પટણા તા. ૪ઃ કોરોનાના વધતા કહેર વચ્ચે બિહારમાં પણ ૧પ મે સુધીનું લોકડાઉન લાદવાની મુખ્યમંત્રી નીતિશકુમારે જાહેરાત કરી છે.

દેશમાં કોરોના વાઈરસની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે. જે બંધ કરવાનું નામ જ નથી લઈ રહી. જેના કારણે એક પછી એક રાજ્યોમાં લોકડાઉન લાગુ થઈ રહ્યું છે. ત્યારે આ યાદીમાં વધારે એક નામ ઉમેરાયું છે. કોરોના વાઈરસના કહેરને ધ્યાને લઈને બિહાર સરકાર દ્વારા પણ ૧પ મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે આ ઘોષણા કરતા કહ્યું કે, કેબિનેટ પ્રસ્તાવ ઉપર મેં આજે રાજ્યમાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. સાથે જ લોકડાઉન અંગેની વિસ્તૃત ગાઈડલાઈન જાહેર કરવાનો આદેશ પણ આપ્યો છે. મુખ્યમંત્રી નીતિશકુમારે કહ્યું કે કાલે સહયોગી મંત્રીગણ અને પદાધિકારીઓ સાથે ચર્ચા પછી બિહારમાં અત્યાર ૧પ મે ર૦ર૧ સુધી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગેની ગાઈડલાઈન જલદી જાહેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ પહેલા ઓડિશા અને હરિયાણા સરકાર પણ રાજ્યમાં લોકડાઉન જાહેર કરી ચૂકી છે. તેવામાં બિહારમાં પણ કોરોના વાઈરસનો કહેર બેકાબૂ થયો છે. જેના કારણે હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછત સર્જાઈ છે. કોરોના વાઈરસની ચેઈન તોડવા માટે બિહાર સરકાર પર સતત લોકડાઉન લાગુ કરવાનું દબાણ થઈ રહ્યું હતું. પટણા હાઈકોર્ટે પણ સરકારને લોકડાઉન અંગે સવાલ કર્યો હતો, ત્યારે આજે રાજ્યમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit