Advertisement

ન.પ્રા.શિ. સમિતિના ચેરમેનની પસંદગીમાં ભારે ખેંચતાણ

જામનગર તા. ૧૩ઃ જામનગર મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૧ર સભ્યોની ચૂંટણી યોજાનાર છે. જેમાં હાલની ભાજપ તથા વિપક્ષના સભ્યોની સંખ્યાના ગણિત પ્રમાણે સત્તાધારી ભાજપના ૧૧ સભ્યો ચૂંટાશે તે નક્કી છે. સામા પક્ષે કોંગ્રેસમાંથી બે ફોર્મ પક્ષમાં ભરાયા હોવાથી ગડમથલ થઈ છે.

ભાજપના ઉમેદવારોની યાદીમાં અંતિમ નામનો છેદ ઊડી જાય તે સ્વાભાવિક છે. આ સ્થિતિમાં અગિયાર સભ્યોમાંથી કોને ચેરમેનદ મળશે તે અંગે મનપાના ભાજપ વર્તુળમાં ચર્ચાશરૃ થઈ ગઈ છે.

સૌથી મહત્ત્વની બાબત એ છે કે ભાજપ દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર યાદીમાં ઉમેદવારના નામ સાથે જ તેના જ્ઞાતિ/સમાજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવું કદાચ પ્રથમ વખત બન્યું છે. ઉમેદવારોની પસંદગીમાં જ્ઞાતિ/સમાજના ધોરણોને રાજકારણમાં  કેમ મહત્ત્વ આપવામાં આવે છે તે આવી હરકતથી પૂરવાર થઈ રહ્યું છે.

ભાજપના ઉમેદવારોની પસંદગી માટે પક્ષે એક સારો નિયમ બનાવ્યો છે. વર્તમાન કોર્પોરેટરોમાંથી કોઈને સભ્યપદ આપવામાં આવતું નથી.

જે નામો જાહેર થયા છે તેમાં ચેરમેનપદ માટે મનિષ કનખરાનું નામ મોખરે છે, જો કે ન.પ્રા.શિ. સમિતિમાં ગીતાબેન સાવલા ચેરમેન બન્યા પછી કોઈ મહિલાને પદ મળ્યું નથી. આથી આ વખતે બે મહિલાઓ પ્રગ્નાબા સોઢા અને યાત્રીબેન ત્રિવેદીમાંથી કોઈ એકની ચેરમેનપદ માટે પસંદગી થાય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

ભાજપના જે નામોની યાદી જાહેર થઈ છે તેમાં એક વગદાર નેતાની ફરમાઈશને વધુ મહત્ત્વ મળ્યું હોવાનું તથા તેમણે સૂચવેલા નામો જ મોટા ભાગે પસંદ થયા હોવાનું પણ અંદરખાને ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં, એક વગદારે સૂચવેલા નામ ઉપર ચોકડી લાગી ગઈ હોવાથી ક્યાંક છૂપો અસંતોષ પણ થયો હોવાનું જાણવા મળે છે.

કોંગ્રેસમાં પણ બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાથી સમજાવટ ચાલી રહી છે અને છેલ્લા પચ્ચીસ વરસથી કોંગ્રેસમાં મહામંત્રી તરીકે કાર્ય કરનાર પ્રવિણ જેઠવાને ઉમેદવાર બનાવાય તે દિશામાં પ્રયાસો ચાલી રહ્યા છે.

ર૮ મીએ યોજાનાર ચૂંટણીમાં તો અપેક્ષા મુજબ પરિણામ આવશે, પણ ત્યારપછી ચેરમેનપદ માટે ભારે ખેંચતાણ થાય તો નવાઈ નહીં.

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit