દરેડના દબાણ પ્રકરણમાં હાઈકોર્ટમાં સ્ટેની માંગણી

જામનગર તા. ૧૩ઃ જામનગર નજીકના દરેડમાં આવેલી કેટલીક સરકારી જમીનોમાં દબાણ થયાનું તંત્રના ધ્યાને આવ્યા પછી કલેક્ટર, એસપીએ સ્થળ તપાસ કરી હતી જેમાં દબાણ ફલીત થતાં દબાણકારોને સાત દિવસમાં હટી જવા તાકીદ કરાઈ છે. તેની સામે હાઈકોર્ટમાં સ્ટે માંગતી અરજી કરાયાનું માહિતગાર વર્તુળોએ જણાવ્યું છે.

જામનગર નજીકના દરેડમાં આવેલી સરકારી જમીનમાં વર્ષોથી દબાણ થઈ ગયા છે. અંદાજે રૃા. પચાસેક કરોડની કિંમતની માનવામાં આવતી તે જમીનમાં ગૌશાળા સહિતનું બાંધકામ હાલમાં હયાત છે.

ઉપરોક્ત ગેરકાયદે બાંધકામો અંગે જામનગરના વહીવટી તંત્રને ૧૩ અરજીઓ પ્રાપ્ત થઈ હતી. જેમાંથી બે સુઓમોટોના કેસ છે. તે બાબત અંગે જાત નિરીક્ષણ માટે સોમવારે જિલ્લા કલેક્ટર રવિશંકર તેમજ જિલ્લા પોલીસવડા દીપન ભદ્રન દરેડ ધસી ગયા હતાં. આ અધિકારીઓએ સ્થળ તપાસ કર્યા પછી લેન્ડ ગ્રેબીંગ જણાઈ આવતા તેના દબાણકારોને સાત દિવસની મહેતલમાં તે જગ્યા ખાલી કરી આપવા તંત્રએ સૂચના આપી છે.

ત્યારપછી ગઈકાલે કેટલાક આસામીઓએ મહેતલ સામે સ્ટે મેળવવા ગુજરાતની વડી અદાલતનો આશરો લીધો છે. તેઓએ સાત દિવસ પછી ત્યાં પાડતોડ કરવામાં ન આવે કે હાલમાં લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં ન આવે તે માટે અદાલતનો આશરો લીધાનું જાણવા મળ્યું છે.

close
Ank Bandh
close
PPE Kit