Advertisement

લાલપુરના રીંઝપરમાં ઝડપાયો જુગારઃ ભાણવડ તાલુકામાં તીનપત્તી રમતા અગિયાર પકડાયા

જામનગર તા. ૧૪ઃ લાલપુર તાલુકાના રીંઝપર ગામમાં ગઈકાલે સાંજે જુગાર રમતાં ચાર શખ્સને પોલીસે પકડી પાડયા હતાં. જ્યારે ભાણવડના રાણપર તેમજ શેઢાખાઈમાં જુગારના બે દરોડામાં અગિયાર શખ્સ પકડાયા હતા અને એક નાસી જવામાં સફળ થયો હતો. ત્રણેય સ્થળેથી કુલ રૃપિયા ૩૮ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

લાલપુર તાલુકાના રીંઝપર ગામમાં ગઈકાલે બપોરે જુગાર રમાતો હોવાની બાતમી પરથી લાલપુરના પીએસઆઈ જે. આર. કરોતરા તથા સ્ટાફે દરોડો પાડયો હતો.

ત્યાં જાહેરમાં ગંજીપાના કૂટી રહેલા ધરણાંત નાથાભાઈ વશરા, સંજય સવાભાઈ વશરા, પીઠાભાઈ રાયશીભાઈ વશરા, મુકેશ મોહનભાઈ ગોહિલ નામના ચાર શખ્સ ઝડપાઈ ગયા હતાં. પોલીસે પટમાંથી રૃા. ૧૬,૭૦૦ રોકડા કબ્જે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રાણપર ગામમાં ગઈકાલે બપોરે જાહેરમાં તીનપત્તી રમતા રમેશભાઈ લાલજીભાઈ જોષી, અમરાભાઈ મેરામણભાઈ રબારી, નાથાભાઈ મૂળુભાઈ કોડીયાત્તર, આલાભાઈ મેરામણભાઈ હુણ નામના ચાર શખ્સ ઝડપાઈ ગયા હતા. જ્યારે લાખાભાઈ રામાભાઈ રબારી પોલીસને જોઈને નાસી ગયા હતા. પોલીસે પટમાંથી રૃા. ૧૧,૬૪૦ રોકડા કબ્જે કર્યાં છે.

ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામમાં ગઈકાલે સાંજે જાહેરમાં તીનપત્તી રમતા દિલીપ રણમલભાઈ આંબલીયા, દિનેશ રમેશભાઈ હાથિયા, કલ્પેશ હમીરભાઈ હાથિયા, ઈબ્રાહિમ ગુલમામદ સંધી, સાજણ હમીરભાઈ ચેતરીયા, રણમલભાઈ રામાભાઈ આંબલીયા, પરેશ રણમલભાઈ આંબલીયા નામના સાત શખ્સ રૃા. ૧૦,૨૨૦ની રોકડ સાથે ઝડપાઈ ગયા હતાં.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit