Advertisement

નગરના બેડી નાકા પાસે વાહન ટોઈંગના મામલે ચાલકની રકઝક

જામનગરના બેડી નાકા પાસે આજે બપોરે એક આસામીએ પોતાની મોટર અન્ય ટ્રાફિકને નડતરરૃપ થાય તે રીતે પાર્ક કરતાં ત્યાં દોડી આવેલાં ટ્રાફિક બ્રિગેડના જવાનોએ તે વાહન ટોઈંગ કરવાની તજવીજ કરતાં ત્યારે જ આવી ગયેલા મોટરના માલિકે ડિટેઈન ન કરવા માટે લમણાઝીંક શરૃ કરી હતી. જેની ટ્રાફિક શાખાની કચેરીએ જાણ કરાતાં શાખાના અધિકારી સહિતનો સ્ટાફ આવી પહોંચ્યો હતો. તે પછી પોલીસે દંડ ભરી દેવા સૂચના આપતાં વાહનચાલકે લાંબી રકઝકના અંતે દંડ ભરપાઈ કર્યો હતો.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit