જામનગર તા. ૧૨ઃ જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિભાગને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (અમદાવાદ સર્કલ) દ્વારા ઓટોમેટીક રોટી મેકીંગ, ગોયણા બનાવવાનું સાધન, લોટ બાંધવાનું આધુનિક સાધન, કોમ્પ્યુટર્સ, પ્રોજેકટ ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ કરશનભાઈ ડાંગરે એસબીઆઈના ચીફ જનરલ મેનેજર શમશેરસીંઘ માનનો આભાર માન્યો હતો. આ આધુનિક સાધનોની પૂજનવિધિ પ્રસંગે માનદમંત્રી હીરાબેન તન્ના, સુચેતાબેન ભાડલાવાળા, મુકતાબેન કુંડલ, પ્રતિભાબેન પાંડે, બેંકના અધિકારીઓ, સંસ્થાના કર્મચારીઓ હાજર રહ્યા હતાં.