Advertisement

આવતીકાલે જામનગર શહેર ગ્રામ્યમાં વેપારીઓ માટે ખાસ કેમ્પ

વેપાર-ધંધા સાથે સંકળાયેલાઓ માટે આયોજનઃ

જામનગર તા. ૨૪ઃ વ્યાપાર-ધંધા સાથે સંકળાયેલા માટે ૩૧ જુલાઈ પહેલા વેક્સિન લેવી ફરજીયાત બનાવાયું છે. આથી આવતીકાલે રવિવારે ખાસ વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

વ્યાપારીઓ માટે વેક્સિનેશન કરાવવું ફરજીયાત બનાવાયુ અને તે માટે તારીખ ૩૧ જુલાઈ સુધીની મુદ્દત આપવામાં આવી છે.

આથી રાજ્યભરમાં આવતીકાલ તા. ૨૫ ના ખાસ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ આ પ્રકારના ખાસ કેમ્પ યોજવામાં આવ્યા છે.

જેમાં દુકાનદારો, વાણીજ્યક સંસ્થા, લારી-ગલ્લાવાળા, ગુજરી બજારના ફેરીયા, હેર કટીંગ સલુન, ખાનગી પબ્લિક બસ સેવા સાથે સંકળાયેલા સહિતનાઓનો સમાવેશ થાય છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા આશરે દસેક સ્થળોએ વેપારીઓ માટે વેક્સિનેશનનું આયોજન થઈ રહ્યું છે જેમાં પ્રત્યેક સ્થળે ૩૦૦ લોકોને રસીનો ડોઝ અપાશે. તેવી જ રીતે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ રવિવારના ખાસ કેમ્પનું આયોજન થયું છે. તેમાં પણ ૧૦ થી ૧૨ સ્થળોએ આવા કેમ્પ યોજાશે. જેમાં સિક્કા, મેઘપર-પડાણા, દરેડ, લાલપુર, ખાવડી વગેરેનો સમાવેશ થાય છે. આશરે ૨૫૦૦ ડોઝની વ્યવસ્થા કરવામાં આવી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit