દેશની ૬ બેંકોમાં રૃા. ૩પ૦ કરોડનું કૌભાંડઃ સીબીઆઈમાં નોંધાયો કેસ

ઉદ્યોગપતિ બુચ મારીને ફરારઃ બે વર્ષે બેંકો જાગી!

નવી દિલ્હી તા. ૪ઃ દેશની ૬ બેંકોને રૃા. ૩પ૦ કરોડનું બુચ મારીને ઉદ્યોગપતિઓ ફરાર થઈ ગયા છે, જેની ફરિયાદ સીબીઆઈમાં નોંધાવાઈ છે.

દેશની કેનેરા બેંક સહિત ૬ બેંકોમાં ૩પ૦ કરોડ રૃપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ બારામાં બેંકોએ સીબીઆઈમાં કેસ નોંધાવ્યો છે. કૌભાંડના આરોપી મનજીતસિંહ મખની છે. જે પંજાબ બાસમતી રાઈસ લિ.ના વડા છે. આરોપીઓમાં તેના પુત્ર કુલવિન્દરસિંહ અને પત્ની જસમીત કૌરનું નામ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી મખની બે વર્ષ પહેલા એટલે કે ર૦૧૮ માં જ દેશ છોડી ચાલ્યો ગયો હતો. બેંકોની ફરિયાદ પર સીબીઆઈએ કેસ નોંધી તપાસ શરૃ કરી છે. સીબીઆઈની એફઆઈઆર અનુસાર આ મામલામાં કેનેરા બેંકમાં ૧૭પ કરોડ રૃપિયા, આંધ્ર બેંકમાં પ૩ કરોડ રૃપિયા, યુબીઆઈ બેંકમાં ૪૪ કરોડ રૃપિયા, ઓબીસી બેંકમાં રપ કરોડ રૃપિયા, આઈડીબીઆઈમાં ૧૪ કરોડ રૃપિયા અને યુકો બેંકમાં ૪૧ કરોડ રૃપિયાનો ગોટાળો સામે આવ્યો છે. પોતાની ફરિયાદમાં કેનેરા બેંકે કહ્યું છે કે પંજાબ બાસમતી રાઈસ ર૦૦૩ થી અમારી પાસેથી ક્રેડીટ ફેસેલીટી લેતી હતી. એફઆઈઆર અનુસાર જ્યારે કંપની લોન અને હપ્તા ચૂકવવામાં નિષ્ફળ ગઈ તો બેંકે લોનને એનપીએ ગણી લીધું. કેનેરા બેંકે રપ એપ્રિલ ર૦૧૮ માં, આંધ્ર બેંકે ૩૧ માર્ચ ર૦૧૮ માં, એબીસીએ ર૭ જૂન ર૦૧૮ માં, આઈડીબીઆઈએ ૩૧ માર્ચ ર૦૧૮ માં, યુબીઆઈએ ૩૦ એપ્રિલ ર૦૧૮ માં અને યુકો બેંકમાં ૩૧ માર્ચ ર૦૧૮ ના લોનને એનપીએ ગણી લેવામાં આવી હતી. ગયા વર્ષે માર્ચમાં બેંકોએ આ મામલાનો ખુલાસો કર્યા પછી રીઝર્વ બેંકને માહિતી આપવામાં આવી હતી. જે પછી બેંકોએ સીબીઆઈને ફરિયાદ કરી હતી. ગયા મહિને સીબીઆઈએ ફરિયાદ નોંધી છે. આરોપ છે કે મનજીતસિંહ મખનીએ સ્ટોક અને પ્રાઈમરી સિક્યુરીટીને ડીસ્પોઝ કરી ગોટાળો કર્યો છે. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે બેંક લોનના બદલામાં કંપનીએ ર૯૧ કરોડ રૃપિયાનો ચોખાનો જથ્થો સિક્યુરીટી પેટે રાખ્યો હતો તે પણ ગાયબ છે અને તેના ઈન્વોઈસ પણ બેંકોમાં જમા નથી કરાયા. કંપનીનું કહેવું છે કે સ્ટોક વેચાય ગયો છે, જો કે બેંક એ માનવા તૈયાર નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેનેરા બેંકે ફરિયાદમાં કહ્યું છે કે મનજીતસિંહ કેનેરા ભાગી ગયો છે, જ્યારે કુલવિન્દરના વકીલનું કહેવું છે કે આ સિવિલ વિવાદ છે અને કંપની અગાઉ જ દેવાળાની પ્રક્રિયા માટે એનસીએલટી જઈ ચૂકી છે. એવામાં જ્યારે સીબીઆઈએ તપાસ શરૃ કરી છે તો અમે કશું કહી ન શકીએ.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit