| | |

દ્વારકા જિલ્લામાં ઘરેલુ મુસાફરીની છૂટઃ હાઈ-વે પર પેટ્રોલપંપ ર૪ કલાક ખુલ્લા

ખંભાળિયા તા. ર૩ઃ ડો. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા મેજિસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ ૧૪૪, નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-ર૦૦પ ની કલમ-૩૪ તેમજ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન-ર૦ર૦ હેઠળ તેમને મળેલ સત્તાની રૃએ નીચે મુજબ ફરમાન કરેલ છે.

તા. ર૦-પ-ર૦ર૦ ના જાહેરનામામાં જણાવેલ 'તમામ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય મુસાફરી પર પ્રતિબંધ રહેશે' તેમાં 'તમામ ઘરેલુ' શબ્દ રદ્ કરવામાં આવે છે. તા. ૯-પ-ર૦ર૦ ના જાહેરનામા અનુસાર શહેરી વિસ્તારની બહાર હાઈ-વે પર આવેલ હોટેલ-રેસ્ટોરેન્ટ, ઢાબા સમયના બાધ વગર ખુલ્લા રહી શકશે. પેટ્રોલપંપ સવારે ૮ થી સાંજના ૬ કલાક સુધી ચાલુ રાખી શકાશે જ્યારે હાઈ-વે પરના પેટ્રોલપંપ સમયના બાધ વગર ખુલ્લા રહી શકશે. તા. ૧૯-પ-ર૦ર૦ ના જાહેરનામા મુજબ દુકાનોનો પ્રકાર, વિસ્તાર, ચાલુ રાખવાનો સમય અને તારીખમાં નીચે મુજબ સુધારો કરવામાં આવે છે. સમગ્ર જિલ્લામાં મેડિકલ/આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલ દુકાનો દરરોજ ર૪ કલાક સુધી ખુલ્લી રાખી શકાશે. દૂધ, દૂધની ડેરીઓ, દૂધ મંડળીઓ દરરોજ સવારના ૭ થી રાત્રેના ૯ કલાક સુધી ખુલ્લી રાખી શકાશે. શાકભાજી, ફળ-ફળાદીની દુકાનો/લારીઓ દરરોજ સવારના ૮ થી સાંજના ૭ કલાક સુધી ખુલ્લી રાખી શકાશે. ખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં આવેલ માર્કેટ એરિયા જેમ કે નગરગેઈટથી સતવારા વાડથી-રાજડા રોડથી-ગાંધીચોક મેઈ બજારી, કલ્યાણજી મંદિરથી- બંગડી બજારથી હર્ષદ મંદિરથી-ઝવેરી બજારથી બરછા પાડો થઈ નગરગેઈટ સુધી જૂના ગામતળ-ગઢની રાંગનો અંદરનો સમગ્ર વિસ્તાર તેમજ ખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં આવેલ શોપીંગ કોમ્પલેક્ષ (૧) રાજડા તેજલ કોમ્પલેક્ષ, જોધપુર ગેઈટ, (ર) માધવ કોમ્પલેક્ષ, જોધપુર ગેઈટ, (૩) યમુના કોમ્પલેક્ષ જોધપુર ગેઈટ, (૪) પ્રેસિડેન્ટ શોપીંગ સેન્ટર, જોધપુર ગેઈટ, (પ) વૃજ કોમ્પલેક્ષ સ્ટેશન રોડ, (૬) ડી.એસ. માર્કેટ સ્ટેશન રોડ, (૭) રોયલ માર્કેટ સ્ટેશન રોડ, (૮) રોયલ ચેમ્બર્સ સ્ટેશન રોડ, (૯) જયદીપ ટાવર્સ, સ્ટેશન રોડ, (૧૦) આકાશગંગા એપાર્ટમેન્ટ, સ્ટેશન રોડ, (૧૧) ડો. સરવૈયા હોસ્પિટલ નીચેની દુકાનો, સ્ટેશન રોડ, (૧ર) કૈલાશ કોમ્પલેક્ષ, કાનજી ચતુ ધર્મશાળા સામે, (૧૩) કૈલાશ કોમ્પલેક્ષ નગરગેઈટ, (૧૪) કનૈયા માર્કેટ પાયલ હોસ્પિટલ સામે, (૧પ) પાયલ હોસ્પિટલ નીચેનું કોમ્પલેક્ષ, ચાર રસ્તા, (૧૬) દ્વારકાદાસ બારાઈ શોપીંગ સેન્ટર, ચાર રસ્તા પાસે, (૧૭) શ્રીજી કોમ્પલેક્ષ સલાયા રોડ ચાર રસ્તા, (૧૮) વ્રજ કેપિટલ પોરબંદર રોડ, (૧૯) માનસરોવર કોમ્પલેક્ષ, કુંભારપાડો, (ર૦) ભગવતી કોમ્પલેક્ષ, વિજય સિનેમા પાસે, (ર૧) વિઠ્ઠલાણી હોસ્પિટલ નીચેનું કોમ્પલેક્ષ, જડેશ્વર રોડ, વગેરેમાં મેડિકલ, આરોગ્ય, દૂધ, શાકભાજી-ફળફળાદી સિવાયની તમામ દુકાનો ઓડ-ઈવન પદ્ધતિ મુજબ સવારના ૮ થી સાંજના ૪ કલાક સુધી ખુલ્લી રાખી શકાશે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અન્ય તમામ દુકાનો દરરોજ સવારે ૮ થી સાંજના ૪ કલાક સુધી ખુલ્લી રાખી શકાશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit