| | |

મિસ્ડ કોલથી વાયરસનો ખતરો ટાળવા વ્હોટ્સએપ તત્કાળ અપગ્રેડ કરવું જરૃરી

નવી દિલ્હી તા. ૧પઃ ફોનમાં મિસ્ડકોલથી સ્પાઈવેર વયારસના ખતરાને લઈને યુઝર્સને વ્હોટ્સએપ તત્કાળ અપડેટ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

વોટ્સએપ જાસૂસી કરતા સોફ્ટવેર સ્પાઈવેરથી સુરક્ષિત રહેવા માટે યુઝર્સને એપનું નવું વર્ઝન (ર.૧૯.૧૩૯) તરત જ અપડેટ કરવાની સલાહ આપી છે. કંપનીના જણાવ્યા અનુસાર, વોઈસ મિસ્ડકોલ દ્વારા સ્માર્ટફોનમાં એક સોફ્ટવેર ઓટોમેટિક ઈન્સ્ટોલ થઈ રહ્યું છે. તેનાથી ફોનમાં વાઈરસ અટેક અને ફોન ડેમેજ થવાનું જોખમ રહેલું છે. યુઝર્સના માત્ર ફોન જ નહીં કેમેરા, માઈક, ઈ-મેઈલ સહિતની માહિતી હેક કરી લે છે.

ન્યુયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં આ અંગે ખુલાસો થતા સોશિયલ મીડિયામાં હલચલ મચી ગઈ છે. આ સ્પાઈવેર કહેવાતી ઈઝરાયેલની સાઈબર ઈન્ટેલિજન્સ કંપની એનએસઓ ગ્રુપ દ્વારા ડેવલપ કરવામાં આવી છે.

વોટ્સએપે જણાવ્યું કે આ બગની જાણકારી મે મહિનાની શરૃઆતમાં મળી હતી. આ માટે એડ્વાન્સ્ડ સાઈબર  એક્ટ જવાબદાર છે. તેમાં તે બધા હોલમાર્ક છે, જે કોઈ પ્રાઈવેટ કંપનીમાં હોય છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ સોફ્ટવેર દ્વારા ફોન હેક કરી શકાય છે. યુઝર્સના ફોટો, વીડિયો, કોન્ટેક્ટ, ચેટ અને કોલ ડિટેઈલ સાથે બેંક સંબંધિત માહિતી પણ ચોરી થવાનું જોખમ છે. આ સ્પાઈવેરનું સૌથી જોખમી પરિબળ એ છે કે હેકર સ્માર્ટફોનને સીધો પોતાના કન્ટ્રોલમાં લઈ શકે છે અને ફોનમાં રહેલી તમામ માહિતી એક્સેસ કરી શકે છે.

સ્પાઈવેર એ સોફ્ટવેર કેટેગરીનો શબ્દ છે. તેનો ઉપયોગ કોઈ યુઝરનો પર્સનલ ડેટા ચોરવામાં અથવા હેક કરવામાં થાય છે. સ્પાઈવેરના ઘણાં સોફ્ટવેર હોય છે, જેનો ઉપયોગ છૂપાઈને  યુઝર્સના કોમ્પ્યુટર, લેપટોપ અને ફોનમાં કરવામાં આવે છે. ડેટા ચોરી સાથે વાઈરસ મોકલીને ડિવાઈસ કેશ પણ થઈ શકેછે. સ્પાઈવેરના કિલોગર્સ, પાસવર્ડ સ્ટીલર, ઈન્ફોસ્ટીલર અને બેંકીંગ ટ્રોજન એવા ચાર પ્રકાર છે.

કંપનીએ એપ્લિકેશનના નવા વર્ઝનમાં નવા ઈમોજી જોડવાની સાથે ૧પપ ઈમોજીની ડિઝાઈનમાં ફેરફાર કર્યો છે. વોટ્સએપમાં યુઝરની મરી સાથે ગ્રુપમાં જોડવાનું ફીચર પણ આવી ગયું છે. રિપોર્ટ મુજબ આ સ્પાયવેર ઈઝરાયેલી ફર્મ એનએસઓ ગ્રુપે બનાવ્યું હતું. સૌથી મહેલા ર૦૧૮ માં પ્રકાશમાં આવ્યું હતું ત્યારે જણાવ્યું હતું કે, સંયુક્ત અરબ અમિરાત સરકારની મદદથી ફોન હેક કરતું હતું. તેના પર મિડલ ઈસ્ટથી લઈ મેક્સિકોના એક્ટિવિસ્ટો અને પત્રકારોના ફોન હેક  કરી સરકારને મદદ કરવાનો આરોપ છે.

આ અંગે એનએસઓએ કહ્યું કે અમે આતંકવાદ અને ગુનાખોરી રોકવા માટે કામ કરીએછીએ. લોકોની સુરક્ષા અમારૃ મિશન છે. હેકર ટાર્ગેટ યુઝર્સને વોટ્સએપમાં વોઈસ કોલ કરે છે. યુઝર ફોન ઉપાડે કે ન ઉપાડે સ્પાયવેર તેના ડિવાઈસમાં ઈન્સ્ટોલ થઈ જાય છે. પછી તે કોલ લોગથી કે કોલ ગાયબ થઈ જાય છે. યુઝર્સને ખબર પણ પડતી નહતી કે તેનો ફોન હેક થયો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit