દૈનિક:
તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ :
આપના કાર્યની સાથે પારિવારિક, સામાજિક, વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું થાય. કામનો ઉકેલ આવે.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૩-૮
સાપ્તાહિક:
આપના માટે તડકા-છાયા જેવી સ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને પરિસ્થિતિમાં ઉતાર-ચઢાવનો અનુભવ થાય. વ્યવસાયિક ક્ષેત્રે સારો એવો લાભ પ્રાપ્ત થઈ શકે છે. કોઈ નવો ઓર્ડર ટેન્ડર મળી શકે તેમ જણાય છે. ધાર્યાે લાભ મેળવવાની આશા ફળીભૂત થતી જણાય. કૌટુંબિક ક્ષેત્રે ક્લેશ-કલહભર્યું વાતાવરણ રહે. આરોગ્ય બાબતે પડવા-વાગવા અંગે તકેદારી રાખવી. સામાજિક ક્ષેત્રે કોઈ શુભ કાર્યમાં સહભાગી થઈ શકો છો. તા.૧૯થી રર લાભદાયી, તા.૨૩થી રપ વિવાદ.