દૈનિક:
તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ :
રાજકીય-સરકારી કામમાં, કોર્ટ-કચેરીના કામમાં, ખાતાકીય કામમાં, આપને રૂકાવટ-મુશ્કેલી અનુભવાય.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૨-૬
સાપ્તાહિક:
તમારા માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપના અંગત સંબંધો વણસતા જણાય. નાની-નાની વાતમાં વાદ-વિવાદ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. ધીરજ અને સંયમથી વર્તશો તો મહદઅંશે ફાયદામાં રહેશો. નાણાકીય દૃષ્ટિએ સપ્તાહ સારૂ રહે. અપેક્ષા અનુસાર કામ મેળવી શકશો. આરોગ્ય સુખાકારી સારી રહે. વિદ્યાર્થીઓ માટે સમય, આત્મમંથન કરાવવાવાળો બની રહે. શુભ સમયસર સાંભળવા મળે. તા.૧૯થી રર વિવાદ ટાળવા, તા.ર૩થી રપ લાભદાયી.