દૈનિક:
તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ :
આપના કામમાં હરિફ, ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. વાહન ચલાવવામાં ઉતાવળ કરવી નહીં.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૬
સાપ્તાહિક:
તમારા માટે ઉત્સાહવર્ધક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપનામાં નવો ઉમંગ અને ઉત્સાહ જોવા મળે. ધાર્યા કામ પૂરા કરવા માટે આપ તનતોડ મહેનત અને પરિશ્રમ કરશો તેમજ તેનું શુભ પરિણામ પણ પ્રાપ્ત કરી શકશો. વ્યાવસાયિક ક્ષેત્રે આકસ્મિક લાભ થવાની પૂર્ણ શક્યતા દેખાય છે. આરોગ્ય અંગે ખાનપાનમાં તકેદારી રાખવી. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી કાર્યની પ્રશંસા સાંભળવા મળે. મિત્રોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. તા.૧૯થી રર મધ્યમ, તા.ર૩થી રપ શુભ ફળદાયી.