Sensex

વિગતવાર સમાચાર

સ્કૂલથી સ્પેસ સુધી સફળ સફર કરનાર ભારતીય સન્નારીઓ... સ્ત્રીશક્તિકરણના કેટલાક સચોટ દૃષ્ટાંતો

જામનગરના વિભાપરની દીકરી પૃથ્વીની આકાશી સિદ્ધિ... ગ્લોબલ ગૌરવ...

                                                                                                                                                                                                      

આપણાં દેશમાં પ્રાચીનકાળથી જ સ્ત્રી સશક્તિકરણને પ્રાધાન્ય અપાયું છે, અને પુરાતનકાળથી પ્રવર્તમાનકાળ સુધીમાં દરેક ક્ષેત્રે સિદ્ધિઓ મેળવનાર અનેક નારીરત્નોની ગાથાઓ ઈતિહાસના પાને તો સુવર્ણ અક્ષરે નોંધાયેલ જ છે, પરંતુ પુરાણો, શાસ્ત્રો અને પ્રાચીન-મધ્યકાલિનથી લઈને આજ સુધીના વિશ્વભરના સાહિત્યમાં પણ ભારતીય નારીશક્તિના અનેકવિધ કિસ્સાઓ નોંધાયેલા છે, જે પૂરવાર કરે છે કે આપણાં દેશમાં કન્યાઓથી લઈને વયોવૃદ્ધ મહિલાઓ સુધીની નારીશક્તિએ લગભગ તમામ ક્ષેત્રે ગરિમામય સિદ્ધિઓ હાંસલ કરી છે, અને 'મન હોય તો માળવે જવાય'ના સૂત્રને સાર્થક કર્યું છે. આ શ્રેણીમાં જામનગરમાં નાના સરખા ગામ વિભાપરની દીકરી પૃથ્વીએ જે સિદ્ધિ મેળવી, તેની છેલ્લા આઠ દિવસથી ગામડાથી લઈને ગ્લોબલ કક્ષા સુધી પ્રશંસા થઈ રહી છે, અને તેણીના પરિશ્રમને બિરદાવાઈ રહ્યો છે.

'પૃથ્વી'ની ઝળહળતી સિદ્ધિ

જામનગરથી નજીક આવેલા વિભાપરની દીકરી પૃથ્વી દિનેશભાઈ સંઘાણીએ તાજેતરમાં શ્રી હરિકોટાથી ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-૧ નું જે સફળ પરીક્ષણ થયું, તેને ડેવલપ કરવામાં મહત્ત્વપૂર્ણ કામ કર્યું હતું.

'પૃથ્વી'એ પૂરવાર કર્યું છે કે મનસુબા બુલંદ હોય અને મનોબળ મજબૂત હોય તો સફળતાઓ કદમ ચૂમે છે. પૃથ્વીએ જામનગરની સ્કૂલોમાં માધ્યમિક શિક્ષણ મેળવ્યું અને પૂણેની ડિફેન્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ ટેકનોલોજીમાંથી એરોસ્પેસ એન્જિયરીંગ કર્યું. તેણીએ ગાઈડેડ મિસાઈલ્સમાં એમ. ટેક કર્યું અને ડીઆરડીએલમાં કામ કર્યું. ડી.આર.ડી.ઓ. હૈદ્રાબાદમાં પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે કામ કર્યું. આ બન્ને સંસ્થાઓમાં મિસાઈલ્સ મિશન્સ તથા કંટ્રોલ ડિઝાઈનમાં જી.એન.સી. એન્જિનિયર તરીકે જોડાઈ. આ ખાનગી કંપનીએ જ્યારે વિક્રમ-૧ ના લોન્ચીંગનું બીડું ઝડપ્યું, ત્યારે પૃથ્વીની નિપુણતા નિખરી અને તેણીએ વિક્રમ-૧ માટે ઓટો પાયલોટ ડિઝાઈન કરી તેના વિસ્તૃતિકરણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. હાલમાં પૃથ્વી એરોસ્પેસ ડિફેન્સના સ્ટાર્ટ અપ પ્રોજેક્ટ હેઠળ કામ કરી રહી છે. પૃથ્વીની આ સફળતાએ માત્ર જામનગર નહીં, હાલાર, ગુજરાત અને દેશનું નામ પણ ઝળહળતું કર્યું છે અને ગ્લોબલ ગૌરવ અપાવ્યું છે. આ તમામ વિવરણ આપણે બધા જાણીએ જ છીએ, તેમ છતાં તેણીની સિદ્ધિઓની પ્રેરણા 'મન હોય તો માળવે જવાય'ના વાચકો સહિત તમામ લોકો લ્યે અને ખાસ કરીને કાંઈક કરી છૂટવાની તત્પરતા કે ઈનોવેશન, એડવેન્ચર કે ઉન્નતિના શિખરો સર કરવાના કોઈ ચોક્કસ ગોલ (ધ્યેય) સાથે પુરુષાર્થ કરવાની તમન્ના ધરાવતા યુવા વર્ગને પ્રેરણા મળે. એટલું જ નહીં, કન્યાઓ તથા યુવતીઓ સહિતની ઉત્સાહી અને એક્ટિવ મહિલાઓને ઉત્તેજન મળે, તે માટે પૃથ્વીની સાફલ્યગાથા દોહરાવી છે. પૃથ્વીને આ ગરિમા કાંઈ એમનેમ નથી વધી, આ માટે મધ્યમવર્ગિય પરિવાર તથા મિત્રો-સ્નેહીઓથી લઈને સહાધ્યાયીઓની તો હૂંફ અને પ્રેરણા સાથે તેણીએ રાત-દિવસ કરેલા અથાક પરિશ્રમનું આ પરિણામ છે, જે પ્રશંસનિય, અનુકરણીય અને ધન્યવાદને પાત્ર છે.

સ્પેસ સેક્ટરમાં સફળ સન્નારીઓ

પૃથ્વીની જેમ જ સ્પેસ સેક્ટરમાં પોતાનું પ્રત્યક્ષ-પરોક્ષ યોગદાન આપવાથી લઈને સ્પેસ સ્ટેશનની જોખમી સફર ખેડનારી મહિલાઓ સહિત અનેક ભારતીય સન્નારીઓ દેશનું ગૌરવ છે. તે પૈકીના કેટલાક દૃષ્ટાંતો જોઈએ.

સ્વાતિ મોહન

'નાસા'માં એક ભારતીય મહિલા એન્જિનિયરનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે, જેમણે માર્સ રોવર 'પર્સિવિએન્સ'ના લેન્ડીંગમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું અને પ્રોજેક્ટની ગાઈડેન્સ તથા નિયંત્રણની કમાન્ડ સંભાળી હતી, જેને જીએનસી, ઓપરેશન્સ કહે છે. સ્વાતિએ ડેવ મિલરના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કર્યું હતું. તેણીની શૈક્ષણિક પ્રગતિ યાત્રા પણ મન હોય તો માળવે જવાયનું જ એક પ્રેરક દૃષ્ટાંત છે.

સ્વાતિ મહોનનો જન્મ બેંગલુરૂમાં થયો હતો, પરંતુ તેણી એક વર્ષની હતી, ત્યારે જ તેનો પરિવાર અમેરિકામાં સ્થાયી થયો હતો. તેણીએ ૯ વર્ષની 'સ્ટાર ટ્રેક' જોયો અને સ્પેસમાં રૂચિ ઉત્પન્ન થઈ. તેણીએ કોર્નેલ યુનિયવર્સિટીમાંથી મિકેનિકલ અને એરોસ્પેસની ડીગ્રી મેળવ્યા પછી સ્પેસ સાયન્સમાં માસ્ટર ડીગ્રી લીધી અને પીએચ.ડી કર્યા પછી કેટલીક સ્ટુડન્ટ્સ એક્ટિવિટીઝમાં પણ જોડાઈ હતી. તેણી કેલિફોર્નિયાના પાસાડેના સ્થિત નાસાની લેબોરેટરીમાં કાર્યરત છે અને વર્ષ ર૦ર૦ ના મંગલમિશનનું નેતૃત્વ કરીને વર્ષ ર૦ર૧ માં મિશનમાં સફળતા મેળવી હતી. તેણીએ નાસાની જેટ પોપલ્શન લેબોરેટરીમાં ઓસ્ટ્રો નેવિગેશનના પ્રોજેક્ટ મેનેજર તરીકે સફળ કામ કર્યું છે.

સિરિશા બાંદલા

વર્જિન ગૈલેક્ટિકમાં સરકારી બાબતોની વાઈસ પ્રેસિડેન્ટ રહી ચૂકેલી સિરિશા બાંદલા અંતરીક્ષની યાત્રા કરનાર ભારતીય મૂળની ત્રીજી મહિલા છે. આંધ્રપ્રદેશના ગૂંટુરમાં વર્ષ ૧૯૮૮ માં જન્મેલી સિરિશાએ જ્યોર્જ વોશિંગ્ટન વિશ્વવિદ્યાલયમાંથી કેરિયર બનાવ્યું અને કોમર્શિયલ સ્પેસ ટુરિસ્ટ બની ત્યાં સુધી સ્પેસ ક્ષેત્રે એક્ટિવ રહી. તેણીએ પારિવારિક કારણોસર બાળપણથી જ ઘણો સંઘર્ષ કર્યો હતો. તેણીએ પડર્યુ યુનિવર્સિટીમાંથી એન્જિનિયર બની, તે પછી તેણીએ પ્રોફેશ્નલ એડમિનિસ્ટ્રેશનના ક્ષેત્રે સ્ટડી કર્યો તથા માસ્ટર ડીગ્રી પણ મેળવી. તેણીને દૃષ્ટિની (આંખની) તકલીફ હોવાથી નાસાની અંતરીક્ષ યાત્રી બની શકી નહીં, છતાં તેણીએ વર્ષ ર૦૧પ માં ગૈલેક્ટિકમાં સામેલ થઈને જુલાઈ ર૦ર૧ માં સહયાત્રીઓ સાથે સ્પેસની ટુર કરી, અને ગયા વર્ષે જ તેણીએ નિવૃત્તિ લઈ લીધી. તેણી પણ મન હોય તો માળવે જવાયનું ઉત્તમ દૃષ્ટાંત છે.

અનુરાધા ટી.કે.

ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંસ્થાન (ઈસરો) ની રિટાયર્ડ સિનિયર સાયન્ટિસ્ટ અનુરાધા ટી.કે.

વિનોદ કોટેચા, એડવોકેટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial