Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

દ્વારકા જિલ્લામાં ૨૯ માર્ચે પ્રતિબંધાત્મક આદેશ થશે લાગુ

ગુજકેટની પરીક્ષાઓ લેવાનાર હોવાથી

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૬: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. ૨૯ માર્ચના યોજાનાર ગુજરાત કોમ એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)-૨૦૨૬ પરીક્ષા સંદર્ભે પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજીત ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-૨૦૨૬ની પરીક્ષા તા.૨૯-૦૩-૨૦૨૬ ના યોજાનાર છે. જે પરીક્ષા દરમ્યાન ચોરીઓના દુષણના કારણે તેજસ્વી વિધાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. આ ચોરીના દુષણમાં પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્તરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઈ પરીક્ષા ખંડમાં પહોંચવાથી તેજસ્વી વિધાર્થીઓ કે જેઓ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમોનુસાર પરીક્ષા આપતા હોય તેવા વિધાર્થીઓને માનસિક પરિતાપ થવાની સંભાવના છે.

આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકાને મળેલી સત્તાની રૂએ તા.૨૯-૦૩-૨૦૨૬ના રોજ પરીક્ષા કેન્દ્રો જી.વી.જે. સરકારી હાઇસ્કૂલ, એસ.એન.ડી.ટી. હાઇસ્કૂલ તથા દા.સું. ગર્લ્સ હાઇસ્કૂલ, ખંભાળિયા ખાતે સવારના ૦૯-૩૦થી બપોરના ૧૬-૦૫ કલાક સુધી પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરની વિસ્તારના હદમાં અનધિકૃત વ્યક્તિઓ એકઠા થવા અને તેમના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. તદૃપરાંત આ પરીક્ષા સમય દરમ્યાન પરીક્ષા કેન્દ્રો આસપાસ લાઉડ સ્પીકર ઉપયોગ કરવા તેમજ પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરના વિસ્તારમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા (સરકારી/અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીન ધારકોને તેઓના કોપીયર મશીનો બંધ રાખવા તેમજ પરીક્ષા કેન્દ્રોમાં કોઈ પરીક્ષાર્થી મોબાઈલ ફોન કે અન્ય કોઈ કોમ્યુનિકેશનના ઈલેકટ્રોનિક સાધનો સાથે પ્રવેશ કરી શકશે નહિ. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial