Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

જામનગરમાં તળાવની પાળે ડિસ્ટ્રીક્ટ લાયબ્રેરી પાસે રસ્તો પહોળો કરવો જરૂરી

ભૂજિયા કોઠાના લોકાર્પણ પછી વકરતી ટ્રાફિક સમસ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગરમાં તળાવની પાળે ભૂજિયા કોઠા સામે ડિસ્ટ્રીક્ટ લાયબ્રેરી તરફથી શ્રી બાલાહનુમાન મંદિર તથા શ્રી સત્યનારાણ મંદિર તરફ જતા રસ્તાના આરંભે ડિસ્ટ્રીક્ટ લાયબ્રેરીની દીવાલથી રણમલ તળાવ ગેઈટ નં. ૮ વચ્ચે થાંભલીઓ નાખી તથા ખુલ્લી ઝાપલી મૂકી દઈને પ૦-૬૦ ફૂટ પહોળા રસ્તાને ૧૦ ફૂટનો કરી નાખવામાં આવ્યો છે જેને કારણે આ રસ્તા પર એન્ટ્રી તથા એક્ઝિટ કરવામાં મંદિરોએ આવતા દર્શનાર્થીઓ તથા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડે છે. આ થાંભલીઓ હટાવી રસ્તાને પહોળો કરવા માટે કમિશનરને રજૂઆતો પણ થઈ છે. ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ ભૂજિયા કોઠાનું લોકાર્પણ થતા પર્યટકોની ભીડ પણ અહીં થઈ રહી છે અને આડેધડ પાર્કિંગ થતા બાલાહનુમાન મંદિર તથા સત્યનારાણ મંદિર આવતા-જતા ભક્તોને ભારે હાલાકી થાય છે. ઉલ્લેખનિય છે કે, ભૂજિયા કોઠા સામે જ ડિસ્ટ્રીક્ટ લાયબ્રેરીની પાછળ તરફ તંત્ર દ્વારા એક અધિકૃત પાર્કિંગ બનાવવામાં આવ્યું છે, પરંતુ તંત્ર દ્વારા જ હાલ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી જે આશ્ચર્યજનક છે અને અહીં ટ્રાફિક સમસ્યા વકરી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial