Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

હાથી મસાલા દ્વારા રાજકોટમાં "ક્રિએટર્સ મીટ-ર૦ર૬" સંપન્ન

ડિજિટલ યુગમાં ઉભરી રહેલા નવસર્જકોને પ્રોત્સાહન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: ગાંધી સ્પાઈસીસ પ્રાઈવેટ લિમિટેડની લોકપ્રિય અને વિશ્વસનીય બ્રાન્ડ હાથી મસાલા દ્વારા રાજકોટ સ્થિત તેમના અદ્યતન ઉત્પાદન પ્લાન્ટમાં "ક્રિએટર્સ મીટ-ર૦ર૬" નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બ્રાન્ડ હંમેશાં નવીનતા અને સમય સાથે ચાલતી માર્કેટીંગ પહેલો માટે જાણીતી રહી છે, અને આ કાર્યક્રમ પણ તે જ દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ શહેરો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા ડિજિટલ ક્રિએટર્સ અને ઈન્ફલુએન્સર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખાસ કરીને માઈક્રો ઈન્ફ્લુએન્સર્સ અને ગ્રામ્ય વિસ્તારોના સર્જકોને વિશાળ પ્લેટફોર્મ પર પોતાની પ્રતિભા રજૂ કરવાની અને નવી ઓળખ મેળવવાની અનોખી તક મળી. ડિજિટલ યુગમાં ઉભરી રહેલા આ નવા સર્જકોને પ્રોત્સાહન આપવાનું અને તેમને મુખ્ય પ્રવાહ સાથે જોડવાનું આ પહેલનું મહત્ત્વપૂર્ણ પગલું હતું.

હાથી મસાલા વર્ષોથી માર્કેટીંગ, પેકેજિંગ અને બ્રાન્ડિંગ ક્ષેત્રે ટ્રેન્ડ સેટર તરીકે ઓળખાય છે. જ્યાં અન્ય બ્રાન્ડસ તેમના પગલે ચાલે છે. આ જ પરંપરાને આગળ વધારતા હાથી મસાલાએ ઈન્ડસ્ટ્રીમાં પ્રથમ વખત આવા પ્રકારની અનોખી ક્રિએટર્સ મીટનું આયોજન કરીને ફરી એકવાર નવી દિશા દર્શાવી છે.

આ વર્ષનું બ્રાન્ડનું લોકપ્રિય કેમ્પેઈન "મસાલા એટલે હાથી, બાકી ચર્ચા" પણ આ ઈવેન્ટનું કેન્દ્રબિંદુ રહ્યું, જે બ્રાન્ડના વિશ્વાસ, ગુણવત્તા અને ગ્રાહકોમાં મજબુત સ્થાનને પ્રતિબિંબિત કરે છે.

આ કાર્યક્રમ દરમિયાન ક્રિએટર્સને હાથી મસાલાની ફેક્ટરીની વિશેષ મુલાકાત કરાવવામાં આવી, જેમાં તેમને મસાલાના કાચા માલની કાળજીપૂર્વક પસંદગીથી લઈને આધુનિક પ્રોસેસિંગ, કાયોજેનિક ગ્રાઈન્ડિંગ અને હાઈજેનિક પેકેજિંગ સુધીની સંપૂર્ણ પ્રક્રિયા વિશે વિગતવાર સમજ આપવામાં આવી. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ લોકો સુધી પહોંચતા મસાલાની ઉચ્ચ ગુણવત્તા, સ્વચ્છતા અને પારદર્શક ઉત્પાદન પ્રક્રિયા પ્રત્યે વિશ્વાસ મજબૂત કરવાનો હતો. કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે મીટ એન્ડ ગ્રીટ, સ્પાઈસ કમ્પેરિઝન (લાઈવ ટેસ્ટિંગ) સેશન અને વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ક્રિએટર્સે હાથી મસાલાના મસાલાઓને જાતે ચાખી સુગંધ અને સ્વાદનો સીધો અનુભવ કરી અન્ય મસાલાઓ સાથે તુલનાત્મક રીતે પરખ્યા - જેનાથી બ્રાન્ડની ગુણવત્તા પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial