Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

જામનગરમાં રામસવારી સંદર્ભની અંતિમ બેઠક

આયોજનને આખરી ઓપ ઓપવા માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગર તા ૨૩, 'છોટી કાશી' ના ઉપનામથી પ્રચલિત જામનગરમાં હિન્દુ ઉત્સવ સમિતિ તેમજ  મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના ઉપક્રમે પરંપરાગત યોજાતી રામસવારીના આયોજન અર્થે શોભાયાત્રાને આખરી ઓપ આપવા માટે શનિવારે એક બેઠક યોજાઇ હતી. જેમાં હિન્દુ ઉત્સવ સમિતિના અધ્યક્ષ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજે ઉપસ્થિત રહી સર્વે રામભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા, અને શોભાયાત્રાના સંચાલનના સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ વેળાએ મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ વ્યાસ (મહાદેવ)એ રામસવારીના સમગ્રના રૂટ અને  રામસવારીમાં જોડાનારા વિવિધ સંસ્થા- સંગઠનના ફલોટ્સ તેમજ સમગ્ર રૂટ પર સ્વાગત કરવા માટે જોડાનારા સર્વે મંડળો સહિતની યાદી જાહેર કરી હતી, તેમજ સમગ્ર કાર્યક્રમના આયોજનની રૂપરેખા વર્ણવી હતી.

 આ વખતની રામ સવારીમાં વધુ એક સહ કન્વીનરની નિમણૂક કરવામાં આવી હતી, અને ભોયરાજ યુવા સંગઠનના યુવા કાર્યકર ભાર્ગવ જેઠવાની નિયુક્તિ કરાઈ હતી, અને સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજ દ્વારા સહ કન્વીનર પદનું ઓળખ પત્ર એનાયત કર્યું હતું.

 આ વખતની રામ સવારીમાં કન્વીનર પ્રજવલ પાલનની રાહબરી હેઠળ ૩ સહ કન્વીનર અને ૫૪ સંકલન સમિતિના સભ્યો દ્વારા શોભાયાત્રાનું સંચાલન કરવામાં આવશે, તેવી આ બેઠકમાં જાહેરાત થઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial