Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

હરીપરમાં એક હજાર વૃક્ષોના સંકલ્પ સાથે 'નારાયણ વન'

૫૦૦ પીપળા, ઉમરા-વડલા સહિતના વૃક્ષોનું વાવેતર સંપન્નઃ પાણીની તંગી છતાં હિંમત ભર્યો નિર્ધાર

                                                                                                                                                                                                      

ધ્રોલઃ *મન હોય તો માળવે જવાય* અને જો તમારા ઈરાદા નેક હોય તો સ્વયં કુદરત પણ તમારો માર્ગ પ્રશસ્ત કરે છે. આ ઉક્તિને સાર્થક કરતી એક પ્રેરણાદાયી ઘટના જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હરીપર ગામે આકાર લઈ રહી છે. અહીં ગ્રામજનોના પર્યાવરણ પ્રેમ અને અતૂટ શ્રદ્ધાએ અશક્યને શક્ય કરી બતાવ્યું છે. હરીપર ગામે ગોરડીયા હનુમાનજી દાદાના માર્ગ પર સ્થિત 'નારાયણ વન' ખાતે પર્યાવરણની જાળવણીના ઉમદા હેતુ સાથે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગની ગંભીર સમસ્યા સામે લડવા અને પ્રકૃતિનું સંતુલન જાળવવાના ભાગરૂપે હરીપર ગ્રામ પંચાયત, પીજીવીસીએલ, વન વિભાગ અને સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે આ 'નારાયણ વન' બનાવવાનું ભગીરથ અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાન અંતર્ગત પર્યાવરણ માટે અત્યંત ઉપયોગી અને ઓક્સિજનના અખૂટ સ્ત્રોત સમાન ૫૦૦ પીપળા અને ઉમરા-વડલા સહિત કુલ ૧૦૦૦ વૃક્ષોનું રોપણ કરવાનું લક્ષ્ય છે, જેના પ્રથમ તબક્કાનું વાવેતર હાલમાં જ સંપન્ન થયું છે. આ કાર્યક્રમમાં પીજીવીસીએલ જામનગર સર્કલ ઓફિસના અધિક્ષક ઇજનેર શ્રી એચ.ડી. વ્યાસ તેમજ રૂરલ ડિવિઝનના કાર્યપાલક ઇજનેર શ્રી એમ.એમ. રાબડીયા ખાસ ઉપસ્થિત રહૃાા હતા અને પોતે વૃક્ષારોપણ કરી આ કાર્યને પ્રોત્સાહિત કર્યું હતું. સ્થાનિક નેતૃત્વમાં હરીપર ગામના સરપંચ અને ધ્રોલ તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ શ્રી રામજીભાઈ મુંગરા, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક જોડાઈને આ કાર્યને સફળ બનાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં પાણીની તીવ્ર અછત હોવા છતાં ગ્રામજનોએ હિંમત હાર્યા વગર પર્યાવરણ જતનનો મક્કમ સંકલ્પ કર્યો હતો. ભગવાન પર ભરોસો રાખી જ્યારે નવો બોર કરવામાં આવ્યો ત્યારે અણધારી રીતે પાણીનો ધોધ ફૂટતા સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મક્કમ નિર્ધાર અને કુદરતના આશીર્વાદને કારણે હવે ગોરડીયા દાદાના માર્ગ પર 'નારાયણ વન' સાકાર થઈ રહૃાું છે, જે સમગ્ર પંથક માટે પર્યાવરણ જતનની એક અનોખી મિશાલ બની રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial