
ઈન્કમ ટેક્સ જાગૃતિ અભિયાન અંતર્ગત
જામનગર તા. ૨: આવકવેરા વિભાગના ઈન્ટેલીજન્સ એન્ડ ક્રીમીનલ ઈન્વેસ્ટિગેશન વિભાગ દ્વારા જામનગરમાં સહકારી બેંકો તથા સહકારી સંસ્થાઓ માટે ઈન્કમ ટેક્સ જાગૃતિ અભિયાન અંતર્ગત ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો.
આ સેમિનાર ડીરેક્ટર ઓફ ઈન્કમટેક્સ (અમદાવાદ) ના અખિલેન્દ્ર યાદવ અને એડીશનલ ડીરેક્ટર ઓફ ઈન્કમટેક્સ (અમદાવાદ) વીર વિક્રમ વિસ્લાલયના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેનો મુખ્ય હેતુ સ્ટેટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ ટ્રાન્સેક્શન્સ તથા સહકારી સંસ્થાઓના કર અને કાનૂની પાલન અંગે જાગૃતિ વધારવાનો હતો.
આ સેમિનારમાં જામનગરના આઈટીઓ દુષ્યંત, રાજકોટના તપેશ સોની, તેમજ સહકારી બેંકો, સહકારી સંસ્થાઓ અને ટેક્સેશન ક્ષેત્ર સાથે જોડાયેલ ૧રપ જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી, જેમાં મહાનુભાવોમાં જામનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકના ચેરમેન જીતેન્દ્રભાઈ હરિદાસ લાલ (જીતુભાઈ લાલ), રાઘવજીભાઈ પટેલ (ડીરેક્ટર, જિલ્લા સહકારી બેંક), અશોકભાઈ જોબનપુત્રા (ડીરેક્ટર, નવાનગર બેંક), હરદીપસિંહ જાડેજા (પ્રેસિડેન્ટ, સીએ એસોસિએશન), વશરામભાઈ ચોવટિયા (પ્રેસિડેન્ટ, કો.ઓ. સોસાયટી ફેડરેશન), કમલેશ રૂપારેલિયા (વાઈસ પ્રેસિડેન્ટ, ટેક્સ કન્સલ્ટન્ટ્સ એસો.), મૌલિન હાથી (સીઈઓ, જિલ્લા સહકારી બેંક) વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
આ સેમિનારમાં અખિલેન્દ્ર યાદવ તથા વીરવિક્રમ વિસ્લાવથે સેમિનારનો હેતુ સમજાવી એસઆરઓ દ્વારા થયેલ રિપોર્ટીંગ કરચૂકવણીનું આધાર વિસ્તાર વધારવા અને કાનૂની પાલન સુનિશ્ચિત કરવાનું જરૂરી હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.
સ્ટેટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ ટ્રાન્સેક્શનના મહત્ત્વ અંગે સમજ આપી હતી. કરચોરી અટકાવવા, જવાબદારી વધારવા, ચોક્કસ રિપોર્ટીંગ સુનિશ્ચિત કરવા માટે આ અસરકારક સાધન છે. તેમણે સહકારી સંસ્થાઓની સામાજિક અને આર્થિક ભૂમિકાઓને મહત્ત્વ આપી તેમાં સામેલ કરવેરા સંબંધિત પડકારો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી.
તેમણે ઈન્કમટેક્સ વિભાગ તરફથી મળેલી નોટીસોનો જવાબ સમયસર આપવા જરૂરી હોવાનું જણાવ્યું હતું, જેથી વધુ પૂછપરછ અને લીટીગેશન અટકાવી શકાય. આ અન્ય મહત્ત્વના મુદ્દાઓનો પણ તેમણે ઉલ્લેખ કરી માર્ગદર્શન આપ્યું હતું.
રાજકોટના તપેશ સોનીએ આવકવેરા અધિનિયમ હેઠળ ફોર્મ ૬૧, ૬૧-એ, ૬૧-બી વિષયક સ્ટેટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ ટ્રાન્સેક્શન્સ રિપોર્ટીંગ પ્રક્રિયાઓ, ફરજિયાત જોગવાઈઓ, સમયમર્યાદા, એકત્રિકરણ નિયમો, દંડ વિગેરે બાબતો અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
સેમિનારમાં વક્તવ્યો પૂર્ણ થયા પછી પ્રશ્નોત્તરી રાખવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓએ વિવિધ પ્રશ્નોના જવાબ આપી સ્પષ્ટતા કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial