Sensex

વિગતવાર સમાચાર

ઈસરો સેન્ટર, રેલવે લાઈન, ખાનગી કંપનીઓના સંબંધિત આગમનના કારણે સલાયામાં જમીનમાં ભાવો ઊંચકાયા

ખંભાળિય-સલાયા રોડ પર ક્વાર્ટર્સ કોલેજ, સ્પોર્ટસ સેન્ટર ઉપરાંત

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. રઃ દેવભૂમિ દ્વારકા જિલલામાં અગાઉનું ધીકતું બંદર સલાયા હવે ફરીથી વેગવંતુ થવાની સંભાવનાના પગલે સલાયા પંથકના જમીનના ભાવોએ ગતિ પકડી છે.

સલાયા નજીક ખંભાળિયા રોડ પર ર૦/રપ લાખની વીઘો જમીન રૂ. પ૦/૬૦ લાખમાં વીઘો પણ ના મળે તેવી સ્થિતિ થઈ છે, તો ૪૦૦/પ૦૦ રૂપિયાની ફૂટ જમીન ૧૧૦૦ ઉપર પહોંચી ગઈ છે.

સલાયા રેલવે લાઈનનું કામ ચાલુ થયું હોય, સલાયા રેલવે સ્ટેશન ફરીથી થશે. સલાયા પાસે ખાનગી કંપનીઓની જેટી હોય, હજુ બીજી ખાનગી કંપનીઓ પણ નજીક દરિયો હોવાને લીધે આવનાર હોય તથા હાલમાં જ ઈસરો દ્વારા નવું સ્પેશ સંશોધન કેન્દ્ર પણ દરિયાકાંઠાની નજીકના વિસ્તારો ખંભાળિયા-સલાયા વચ્ચે થવાની સંભાવના વચ્ચે હવે અત્યંત ઓછા વિકસિત એવા ખંભાળિયા-સાલાય રોડનો જમાનો આવે તેવી શક્યતા છે.

ઉલ્લેખનિય છે કે, સલાયા રોડ પર કલેક્ટર તથા જિ.પો. વડા સહિતના નિવાસસ્થાનો, સરકારી ક્વાર્ટર, તથા સરકારી કોલેજ આર્ટસ એન્ડ કોમર્સનું બિલ્ડીંગ બને છે તથા રમતગમતનું સ્પોર્ટસ સેન્ટર પણ બની રહ્યું હોય, ખંભાળિયા તાલુકાના અન્ય વિસ્તારો પરના રસ્તાઓ જેમ ખૂબ જ વિકસીત થઈ ગયા છે તેવું હવે સલાયા પંથકમાં પણ થાય તો નવાઈ નહીં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial