
ઝડપાયેલા દારૂના નાશ, સાયબર ક્રાઈમ, ક્રાઈમ રેટ ઘટવા ઉપરાંત ડીટેક્શનની વિગતો અપાઈઃ
જામનગર તા. ૨: જામનગરમાં રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ વાર્ષિક ઈન્સ્પેક્શન માટે આવ્યા છે ત્યારે તેઓએ એસપી સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી ચાલુ વર્ષ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ક્યાસ મેળવ્યો હતો.
આઈજી સમક્ષ રજૂ થયેલી વિગતો મુજબ ચાલુ વર્ષમાં શરીર તેમજ મિલકત સંબંધી ગુન્હાઓમાં ઘટાડો નોંધાયો છે. તે ઉપરાંત હત્યા, હત્યા પ્રયાસ, રાયોટીંગ વગેરેના ગુન્હાઓમાં સંડોવાયેલા શખ્સોને તાત્કાલિક શોધી કાઢી કાર્યવાહી કરાઈ છે અને દારૂબંધી ભંગ અંગે ૯૧૦૩ કેસ, જુગારના ૭૭૬ કેસ, હથિયારધારા ભંગના ૮૫૯ કેસ ઉપરાંત નાર્કોટીકના ૭ કેસ, આર્મ્સ એક્ટના ૧૦ કેસ શોધી કાઢી પોલીસે કામગીરી કરી હતી.
ધાડ, લૂંટ, ઘરફોડ ચોરી આચરતી બે ગેંગ સામે કેસ કરાયા છે. મેન્ટર પ્રોજેકટ હેઠળ અસામાજિક શખ્સો પર સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે અને પાસા હેઠળ ૬૬ શખ્સ ધકેલાયા છે. હદપારીના ૭૦ કેસની દરખાસ્ત કરવામાં આવી છે. પોલીસની ૧૬ શી ટીમ કાર્યરત કરાઈ છે. છ ચેકપોસ્ટ કાર્યરત છે. માઉન્ટેડ યુનિટ દ્વારા સતત પેટ્રોલીંગ કરાઈ રહ્યું છે. નેત્રમ કમાન્ડ કંટ્રોલ દ્વારા સીસીટીવીથી મોનીટરીંગ રાખવામાં આવી રહ્યું છે. ઉપરોક્ત તમામ વિગતો આઈજી સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પણ સતત એલર્ટ રહી અવેરનેસ કાર્યક્રમ યોજી રહ્યું છે. તેરા તુજકો અર્પણ અંતર્ગત ૨૪૦ કાર્યક્રમમાં રૂ.૯ કરોડથી વધુની ચીજવસ્તુઓ તેના મૂળ માલિકોને આપવામાં આવી છે. ૫૮૨ કેસમાં પકડાયેલી ૬૫૦૮૫ બોટલ શરાબનો નાશ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી પોલીસમથકમાં પડતર રહેલા ૧૨૬૧ વાહનની હરાજી કરી રૂ.પ૩ લાખથી વધુની રકમ સરકારમાં જમા કરાવાઈ છે. ૩૯ નાસતા ફરતા આરોપીની ધરપકડ કરાઈ છે. પેરોલ ફર્લો પર મુક્ત થઈ નાસી ગયેલા ૧૮ આરોપી ઝડપાઈ ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial